જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલમાં એડવેન્ચર કેમ્પ યોજાયો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે એડવેન્ચર કેમ્પનું આયોજન થયું હતું. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં સાહસવૃત્તિ ઘટતી જાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, વિડીયો ગેમ્સ તથા અભ્યાસના તાણને કારણે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા થયા છે. ક્યારેક તેમનો સ્વભાવ ચીડિયો પણ થઈ જાય છે. આ ઉપરાંત જાે ધ્યાન રાખવામાં ન આવે તો આત્મહત્યાના વિચારો પણ જાેવા મળતા હોય છે. આવી સમસ્યાઓના નિવારણ માટે જરૂરી હોય છે એક યોગ્ય માર્ગદર્શન અને તાલીમ જૂનાગઢમાં આવેલી શિક્ષણને સમર્પિત તેવી શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર સ્કૂલમાં તાજેતરમાં એક સરસ પ્રયાસ થયો. સંસ્થાના ડાયરેક્ટર ડો. માતંગ પુરોહિતના જણાવ્યા મુજબ સ્કૂલ કેમ્પસ ખાતે જ એક દિવસનો એડવેન્ચર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આઠ થી પંદર વર્ષના વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જેમાં ધ્યાન, યોગ, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ, ગ્રાઉન્ડ ઇવેન્ટ, પર્વતારોહણ વિશેની સમજ, રેપટાઈલ પરિચય, ટાઈગર લિપ્સ, રેપલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની વૃત્તિ જાગે તથા સાહસિક બને તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ એડવેન્ચર કેમ્પમાં કોચ તરીકે જૂનાગઢના દિપક સોલંકીએ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા સ્થાપિત શ્રી પ્રેમાનંદ વિદ્યા ધામ ખાતે આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. જેના દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થતો હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ ઉપર ભાર આપવામાં આવેલો છે. તે દિશામાં પ્રેમાનંદ વિદ્યા ધામ તથા તેની ટીમ સતત સક્રિય છે.

error: Content is protected !!