જૂનાગઢમાં મોતીબાગ નજીક એસટીની બસે હડફેટે લેતા ઈજા પહોંચાડી

0

જૂનાગઢ જીલ્લાના બિલખા ગામના જીવણદાસ વાલદાસ ચૌહાણ(ઉ.વ.૬પ)એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ-ધારી રૂટની એસટી બસના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી મોતીબાગ એસટી ચોક પાસે ઉભા હોય ત્યારે જૂનાગ-ધારી રૂટની એસટી બસના ચાલકે પોતાના હવાલાની બસ બેફીકરાઈથી ચલાવી ફરિયાદીને હડફેટે લઈ પછાડી દઈ અને ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે વિમો મંજુર થયો છે તેમ કહી રૂા.રર લાખની છેતરપિંડીની ફરિયાદ
માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે રહેતા રાણીબેન રાજાભાઈ સોંદરવા(ઉ.વ.૬પ)એ કૃષિક માધાભાઈ સોંદરવા, જાેશનાબેન માધાભાઈ સોંદરવા રહે. હાલ બંને આદિપુર તા.ગાંધીધામ અને મુળ ગામ જુથળ વાળા વિરૂધ્ધ એવા મલતબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ ફરિયાદીના દિકરાના અકસ્માતમાં મૃત્યું થયેલ હોય જેનો ઈન્સ્યોરન્સ મંજુર થયેલ છે અને જે રૂપીયા ફરિયાદીના બેંક ખાતામાં જમા થવાના છે એવી ખોટી હકિકત જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીના બેંક ખાતામાં આ કામના આરોપી નં-૧એ પોતાનું નામ ઉમેરી ચેકબુક ઈશ્યુ કરાવી જે ચેકમાં ખોટું બોલી ફરિયાદીના અંગુઠાના નિશાનો કરાવી ફરિયાદીના બેંક ખાતામાંથી અલગ-અલગ સમયે અને અલગ-અલગ તારીખે ચેક દ્વારા તથા બીજાના ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી કુલ રૂા.રર લાખ ઉપાડી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માળીયા હાટીના પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.

વિસાવદર, વંથલી, બાંટવા, માંગરોળ અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડા
જૂનાગઢ જીલ્લામાં વિવિધ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડયા છે. આ અંગે મળતી વિગત અનુસાર વિસાવદર પોલીસે બરડીયા ગામે જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને રૂા.૧૦,૩પ૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે વંથલી તાલુકાના બાલોટ ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.૯ર,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવે છે. ત્યારે બાંટવા પોલીસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૩,૮પ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માંગરોળ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૧ર શખ્સોને રૂા.૧૦,૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે અન્ય એક દરોડામાં માંગરોળ પોલીસે નવ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૦,૧૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડ પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.પ૩ર૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!