દ્વારકા લોહાણા મહાજનના નવનિયુકત ટ્રસ્ટીઓ સમાજવાડીનું નવનિર્માણ કરવા તૈયાર પરંતુ….? ‘વિઘ્નહર્તા’ લોહાણા મહાજનવાડીના નવનિર્માણમાં આડે આવતા ‘વિઘ્નકર્તા’ને સદબુધ્ધિ આપે

0

દ્વારકા લોહાણા મહાજનવાડી હાલમાં અત્યંત જર્જરીત અને બીસ્માર હાલતમાં હોય સમાજના લોકોને વાડીમાં પ્રસંગ કરવામાં પારાવાર મુશ્કેલી પડે છે. સમાજ વાડીની સ્થિતિ જાેતા એવું જણાય છે કે દ્વારકાના રઘુવંશી સમાજની ખરેખર કમનસીબી કહેવાય કે સધ્ધર લોહાણા સમાજની વાડી આવી ખખડધજ હાલતમાં છે. તાજેતરમાં દ્વારકા લોહાણા મહાજનના નવા ચાર ટ્રસ્ટીઓ નિયુકિત પામ્યા છે અને વાડીના નવનિર્માણ માટે સંપુર્ણ તૈયારી દર્શાવી છે ત્યારે વયોવૃધ્ધ ચાર ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી હવનમાં હાડકા નાખી રહયા છે અને નવા-નવા પાયાવિહોણા પ્રશ્નો ઉભા કરીને વાડીના નવનિર્માણના કામમાં રોડા નાખી રહ્યા છે અને તેમના મળતીયાને ટ્રસ્ટીમાં લેવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ખરેખર તો સીતેર વટાવી ચુકેલા ટ્રસ્ટીઓએ સ્વૈચ્છીક રાજીનામા આપી દેવા જાેઈએ તેના બદલે ચાર વયોવૃધ્ધ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીને હજુપણ સતાનો મોહ છુટતો નથી અને આજીવન શાસન ચલાવવાની નેમ સાથે પોતાનું ધાર્યુ થાય તે કામ સારૂ બાકી બધા કામ ખરાબ અને બાકી બધા ટ્રસ્ટીઓ પણ ખરાબ ? એવી મનમાની આ ટ્રસ્ટી દ્વારા હાલમાં કરાઈ રહી છે. અન્ય ત્રણ વયોવૃધ્ધ ટ્રસ્ટીઓ તો રાજીનામા આપી દેવા તૈયાર છે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ‘ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી’ એ કહેવત મુજબ જ્ઞાતિના એક ટ્રસ્ટી દ્વારા ‘કામ કરતો નથી અને કોઈને કામ કરવા દેતો નથી’ એ કહેવત હાલમાં સમાજવાડી બનાવવાના કાર્યમાં આ ટ્રસ્ટી દ્વારા સાર્થક કરાઈ રહી છે. નાનું બાળક હોય તો તે જીદ કરે તે સ્વભાવીક છે પરંતુ સીતેર વટાવી ચુકેલા અમુક લોકો બાળકબુધ્ધિ વાપરે એ કેટલા અંશે યોગ્ય ગણાય ? ‘વિઘ્નહર્તા’ લોહાણા મહાજનવાડીના નવનિર્માણમાં આડે આવતા ‘વિઘ્નકર્તા’ને સદબુધ્ધિ આપે તેવું દ્વારકાના રઘુવંશીઓ ઈચ્છી રહ્યા છે.

error: Content is protected !!