વિસાવદર, બાંટવા અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડો

0

વિસાવદર તાલુકાના રબારીકા ગામે નાગભાઈ ભીખુભાઈ વાળાના મકાનમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.૮ર,૦ર૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત બાંટવા પોલીસે વડાળા ગામની સીમમાં વલ્લભભાઈ મુળજીભાઈ ભેતળીયાની વાડીમાં આવેલ ઓરડીમાં જુગાર અંગે દરોડો પાડતા સાત શખ્સોને રૂા.૬૪,૬પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે ચોરવાડના ખંભાળીયા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૧૮,ર૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત ચોરવાડના બરૂલા ગામેથી સાત શખ્સોને રૂા.૭૮૩૦ના રોકડ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!