પ્રાંચી તીર્થ સમસ્ત દશનામ સાધુ સમાજ તથા સુત્રાપાડા દશનામ સાધુ સમાજ વતી સુત્રાપાડા મામલતદારને આવેદન પત્ર આપ્યું

0

સુત્રાપાડા તાલુકાના પ્રાંચીતીર્થ સમસ્ત દશનામ સાધુ સમાજ તથા સુત્રાપાડા દશનામ સાધુ સમાજ વતી સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાચીતીર્થના મહંત ઋષિગિરિ બાપુ, ગોરખનાથ મહંત મહેશનાથ બાપુ, દેવગીરી બાપુ, વિનુબાપુ, બટુક ભારતી બાપુ, મનુબાપુ સાથે સમસ્ત દશનામ સાધુ સમાજ તથા સુત્રાપાડા દશનામ સાધુ સમાજ દ્વારા સુત્રાપાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યું કે તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીના ભીત ચિત્ર સંબંધે સનાતન ધર્મ અને સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે વિવાદ થતા જૂદા-જુદા લોકોએ વાણી વિલાસ શરૂ કરેલો. જેમાં પી.કે. પીઠડીયા નામના વ્યક્તિએ પણ કોઈપણ જાતના આધાર વગર મન ફાવે તેમ વાણી વિલાસ કરવામાં આવેલો છે. તેઓનો વાણી વિલાસ તેની ઈસ્ટાગ્રામ આઈડી પી.કે.પીઠડીયા વોટસએપ નં. ૯૪૨૯૨૧૧૯૫૩ ઉપરથી વિડીઓ અપલોડ કરી આ વિડીયો તેમની ઈન્સ્ટાગ્રામની આઈડી ઉપર અપલોડ કરેલ છે. આ વિડીયો ની વિવાદીત સામગ્રીમાં અમો ફરીયાદીના આદર્શ અને સનાતની ધર્મગુરૂ અને અમારા જેવા હજારો-લાખો લોકોના સનાતની આદર્શ એવા ઈન્દ્રભારતીબાપુ અંગે અને અમારા સનાતની ધર્મ સંબંધે ખરાબ અને બદનક્ષીકારક ઉચ્ચારણો કરેલા છે, એટલું જ નહિ બધા જ સાધુંતો જાણે કે ગાંજાે, ચરસ પીતા હોય તેવા વ્યસનવાળા હોય તે પ્રમાણેનું નિરૂપણ કરેલ છે અને અમારા આદર્શ સનાતની એવા ઈન્દ્રભારતીબાપુની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે, તેમના આદર્શ વ્યકિતત્વની ગરીમાને લાંછન લગાડે તે પ્રમાણેનો વાણીવિલાસ ઈરાદાપુર્વક કરેલ છે. આ વ્યક્તિ જાણે છે કે ઈન્દ્રભારતી બાપુના કરોડો સેવકો છે અને આવો વીડીયો મુકવાથી આવા કરોડો સેવકોની લાગણી દુભાશે તેમ છતાં પણ તેઓએ આવો વિડીયો ઈરાદાપુર્વક અપલોડ કરેલો છે, એટલું જ નહિ તેનો બહોળો પ્રસાર પ્રચાર કરેલ છે અને આજની તારીખે પણ આ વિડીયો સોશ્યલ મીડીયામાં ફરી રહયો છે. જે બાબત તંત્ર દ્વારા હિંદુ સનાતન ધર્મ અને નાથ સંપ્રદાય તથા મહંત ઈન્દ્રભારતી બાપુ તથા ખોડીયાર માતાજી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી સનાતન ધર્મિઓની ધાર્મિક લાગણીઓ દુભાવનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા પી.કે.
પીઠડીયા નામના વ્યકિત વિરૂધ્ધ કાયદાની રૂએ કડક કાર્યવાહી કરવામાં આવે આવી માંગણી સાથે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!