કેશોદ નગરપાલિકાનાં પ્રમુખનું વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરાયું

0

કેશોદ નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા જમીની સ્તરનાં આગેવાન હોય શહેરની વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય ત્યારે કેશોદ શહેરનાં પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે ગૌરવ સાથે આનંદની લાગણી ઉભી થાય એ સ્વાભાવિક છે ત્યારે કેશોદ શહેરનાં વિવિધ જ્ઞાતિઓના આગેવાનો વિવિધ સામાજિક સંસ્થાઓ અને વેપારી સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજનાં મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ સાતા પ્રમુખ રાજુભાઈ પંડ્યા યુવા પાંખ પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ મહિલા અગ્રણી પુજાબેન પંડ્યા ખજાનચી આશિષભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયાનું હર હર મહાદેવનાં નાદ સાથે શાલ ઓઢાડી ખેસ પહેરાવી દેવાધિદેવ મહાદેવની પ્રતિકૃતિ આપી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશનના પ્રમુખશ્રી રાજુભાઈ બોદર તથા કમિટી મેમ્બર સોકતભાઈ પેથાણી પ્રદીપભાઈ મેઘવાણી તથા વેપારીભાઈઓ હાજર રહીને કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયાનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું. કેશોદના જલારામ મંદિર ખાતે નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે એ માટે રામભક્ત જલારામ બાપાની પાસે પ્રાર્થના કરી માનતા રાખી હતી ત્યારે આજે જલારામ મંદિર ખાતે જલારામ મંદિરનાં ટ્રસ્ટીઓ રમેશભાઈ રતનધાયરા, દિનેશભાઈ કાનાબાર,ડૉ સ્નેહલભાઈ તન્ના સહિત આગેવાનો ઉપસ્થિત રહીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરી વિસ્તારોમાં છેવાડાના માણસો સાથે જાેડાયેલા મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવતાં ડબલ એન્જિન વાળી સરકારની વિકાસ યાત્રાને આગળ ધપાવવા આશીર્વાદ શુભેચ્છાઓ સ્નેહીઓ અને શુભેચ્છકો દ્વારા આપવામાં આવી રહી છે.

error: Content is protected !!