કેશોદ પોલીસ દ્વારા સમગ્ર તાલુકાને સલામત સુરક્ષિત કરવા શરૂ કર્યું અભિયાન

0

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ, જુનાગઢની સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુરક્ષીત જુનાગઢ એક સલામત અભિયાન ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત તેઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા પંચાયત સભા હોલ ખાતે કેશોદ તાલુકાના તમામ ચુંટાયેલ સરપંચો, વહીવટદારો તથા તલાટી મંત્રીઓની હાજરીમાં દરેક ગામમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા અંગેની લોક જાગૃતી મિટીંગ રાખવામા આવેલ જેમા કેશોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ત્રીવેદીએ સરકાર તરફથી ગામમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા કઇ ગ્રાન્ટોનો ઉપયોગ થઇ શકે તે અંગે જાણકારી આપેલ અને કઇ ગ્રાંન્ટનો ઉપયોગ કરી ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવી “મારૂ ગામ સુરક્ષીત ગામ” ના અભિયાન અંતર્ગત કેમેરા લગાવવા માર્ગદર્શન આપેલ તેમજ કેશોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર તથા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.કે.ગઢવી તથા ટેકનીકલના જાણકાર પો.હેડ કોન્સ. કે.જે.ડાભી નાઓ કાર્યક્રમમા હાજર રહી ઝ્રઝ્ર્‌ફ કેમેરા અંગેના ફાયદા તેમજ ઝ્રઝ્ર્‌ફ કેમેરા દ્વારા ગુન્હા બનતા અટકાવા અને ખરા વ્યક્તિને ન્યાય મળી રહે જે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ આજે સાંજે પાંચ વાગ્યે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” ના નેજા હેઠળ રાખેલ લોકસંવાદના કાર્યક્રમમા પધારવા કેશોદ પોલીસ દ્વારા આમંત્રણ આપવામા
આવેલ છે.

error: Content is protected !!