કેશોદ પંથકમાં ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવતો ગણેશોત્સવ

0

કેશોદ પંથકમા જુદાં જુદાં વિસ્તારમાં દુદાળા દેવ ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરી ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અને મહાઆરતી બાદ વિવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. દેશ અને દુનિયામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોઍ શ્રી ગજાનંદજીના વિવિધ સ્વરૂપોની વિવિધ પ્રકારની કલાત્મક પ્રતિમાઓનું શાસ્ત્રોક વિધિથી સ્થાપન કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે તથા આ દિવસો દરમિયાન ત્યાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત આરતી,મહાઆરતી અન્નકૂટ તથા બાળકો માટે વિવિધ રમતગમતના કાર્યક્રમો યોજાતા હોય છે,તેમજ ગુજરાતના કોઈપણ કાર્યક્રમ ડાંડિયારાસ વિનાનો તો હોય જ નહીં… એ આપણી આગવી પરંપરા મુજબ દરરોજ દાંડિયા રાસની રમઝટ પણ હોય .. આ રીતે દસ દિવસ ધામધૂમથી આ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારબાદ ગણપતિ બાપા ફરી વહેલા પધારે એવા ભાવ સાથે ધામધુમ થી વિસર્જન કરવામાં આવે છે…આવો એક ગણેશ મહોત્સવ કેશોદના કૃષ્ણનગર મિલકમ્પાઉન્ડમાં સ્વ. હકાભાઇ ચોવટીયા દ્વારા શરૂ કરેલો અને એ પરંપરા જાળવી રાખતા આ વિસ્તારના લોકો દ્વારા આજે પણ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં વિવિધ રમતો, આરતી, મહાઆરતી સત્ય ભગવાનની કથાઓ જેવા અનેક પ્રસંગોથી ખૂબ ધામધૂમથી ઉજવે છે ,કેટલીક શાળા મહાશાળાઓમાં પણ આ ઉત્સવોની બાળકો દ્વારા પણ ઉજવણી કરવામાં આવે છે.કેશોદ વિસ્તારની શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતી ન્યુરા પ્રોફેસર એકેડમી સસ્થા દ્વારા પણ આ ઉત્સવ સમગ્ર બાળકોના સથવારે ઉજવાય રહ્યો છે.અહી આ ઉત્સવમાં વર્તમાન સમયમાં અવકાશ ક્ષેત્રની ભારતની એક અનમોલ સિદ્ધિ એટલે કે ચંદ્રયાન ૩ નું ચંદ્ર પર આરોહણ…… અને આ પ્રસંગને આવરી લેતાં ચંદ્રની એક ખુબ સરસ પ્રતિકૃતિ માં જ ઇકો ફ્રેંડલી ગણપતિજીના સ્થાપન સાથે ચંદ્રયાન ૩ નું બેનમુન મોડેલ મુકી ખુબ આકર્ષક બેઠક બનાવેલ છે.
અહીં સવાર સાંજ બાળકો દ્વારા આરતી અને મહાપ્રસાદનું ખૂબ સુંદર આયોજન થાય છે. ગુરુવારે સાંજની મહાઆરતીમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડો. ગજેરા સાહેબના આમંત્રણને માન આપી ડો.તન્ના સાહેબ ડો ભુપેન્દ્રભાઇ જાેષી કાનાબાર સાહેબ જયદીપભાઇ સોની પ્રો જીતેન્દ્રભાઇ પટેલ જગમાલભાઇ નંદાણિયા જેવા ભારત વિકાસ પરિષદ કેશોદના ઘણા ઉત્સાહી સભ્યોઍ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. શિક્ષણ સાથે સંસ્કૃતિની અને સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ પ્રસંસનીય વાત છે આવા કાર્યો કરતા દરેક ટ્રસ્ટ મંડળ અને સંસ્થાઓને બિરદાવી શુભેચ્છાઓ આપી હતી.

error: Content is protected !!