Saturday, December 2

અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ખૂલશે

0

અપડેટર સર્વિસીસ લિમિટેડ (“કંપની”), સોમવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ તેના ઈક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઓફર ખોલશે. ઓફરમાં રૂા.૪,૦૦૦.૦૦ મિલિયન (“ફ્રેશ ઈશ્યૂ”) સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઈશ્યૂ સાથે મળીને “ઓફર”) દ્વારા ૮૦,૦૦,૦૦૦ સુધીના ઈક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ હશે. બિડ/ઓફર સોમવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને બુધવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂા.૨૮૦થી રૂા. ૩૦૦ પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા ૫૦ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૫૦ ઈક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપની ઓફરના ઓબ્જેક્ટ્‌સના ભાગ રૂપે રૂ. ૧,૩૩૦.૦૦ મિલિયનની રકમની ચૂકવણી અને/અથવા તેની કેટલીક બાકી ઉધારોની પુનઃચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી તરફ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. વધુમાં, કંપની કુલ પ્રાપ્ત થનાર રકમમાંથી રૂ. ૮૦૦.૦૦ મિલિયન વણઓળખાયેલી ઈનઓર્ગેનિક પહેલ કરવા માટે, રૂા.૧,૧૫૦.૦૦ મિલિયન તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે અને કુલ મળનારી આવકમાંથી બાકીની આવક સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવા માગે છે. વેચાણ માટેની ઓફરમાં ટેંગી ફેસિલિટી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા ૪૦,૦૦,૦૦૦ સુધીના ઈક્વિટી શેર્સ, ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ-ૈંૈં દ્વારા ૮,૦૦,૦૦૦ સુધીના ઈક્વિટી શેર્સ અને ઈન્ડિયા બિઝનેસ એક્સીલન્સ ફંડ-ૈંૈંછ દ્વારા ૩૨,૦૦,૦૦૦ સુધીના ઈક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. (“અન્ય વેચાણકર્તા શેરધારકો”). ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્‌સ (રેગ્યુલેશન) નિયમો, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી)ના સંદર્ભમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્યમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૮ના નિયમન ૩૧ સાથે (સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ) સાથે વાંચતા
અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૬(૨)ના અનુપાલનમાં
કરવામાં આવી છે જેમાં ઓફરના લઘુતમ ૭૫% લાયકાત
ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”)ને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. (ક્યુઆઈબી અને આવો ભાગ ક્યુઆઈબી પોર્શન), એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઈબી ભાગના ૬૦% સુધી ફાળવી શકે છે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન), જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે આરક્ષિત રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત પર અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થતી માન્ય બિડ્‌સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (નેટ ક્યુઆઈબી પોર્શન)માં ઉમેરવામાં આવશે.
વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો ૫% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્‌સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો નેટ ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ્‌સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જાે માન્ય બિડ્‌સ ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થઈ રહી હોય તો. આ ઉપરાંત, ઓફરના મહત્તમ ૧૫% બિન-સંસ્થાકીય બિડર્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જેમાંથી (૧) ત્રીજા ભાગની અરજી રૂા. ૦.૨૦ મિલિયનથી વધુ અને રૂા. ૧.૦૦ મિલિયન સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે અને (૨) બે તૃતીયાંશ રૂા. ૧.૦૦ મિલિયનથી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે, એ શરતે કે આવી પેટા-શ્રેણીઓમાંના કોઈપણમાંથી અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સની અન્ય પેટા-કેટેગરીમાં અરજદારોને ફાળવવામાં આવી શકે અને ઓફરના મહત્તમ ૧૦% સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડરોએ ફરજિયાતપણે આ ઓફરમાં ભાગ લેવો આવશ્યક છે જે માત્ર બ્લોક કરેલ રકમ (“છજીમ્છ”) પ્રક્રિયા દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા તેમના સંબંધિત છજીમ્છ એકાઉન્ટની વિગતો આપીને (જેમ કે હવે પછી વ્યાખ્યાયિત કરવામાં આવી છે) અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો આપીને (આરએચપીના પેજ ૧૧ પર જણાવ્યા મુજબ), જે લાગુ પડે તે, જેના અનુસંધાનમાં તેમની અનુરૂપ બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“એસસીએસબી”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંક(ઓ) દ્વારા જે તે કિસ્સામાં સંબંધિત બિડની રકમની હદ સુધી બ્લોક કરવામાં આવશે. એન્કર ઈન્વેસ્ટર્સને છજીમ્છ પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વિગતો માટે, કૃપા કરીને આરએચપીના પેજ ૫૧૪ પર “ઓફર પ્રોસીજર” શીર્ષક ધરાવતો વિભાગ જુઓ. આઈઆઈ એફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્‌સ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે. આ અખબારી યાદીમાં ઉલ્લેખિત તમામ કેપિટલાઇઝ્‌ડ શબ્દો કે જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી તેનો સમાન અર્થ આરએચપીમાં સૂચવ્યા મુજબનો રહેશે.

error: Content is protected !!