જૂનાગઢમાં અજાણ્યા શખ્સોએ માર મારી રૂા.૪૧૦૦ની લુંટ કરી : ચકચાર

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે દિવાન ચોકથી નીચે ઉતરતા માલીવાડા રોડ ઉપર પીતળની મૂર્તિઓની દુકાનની સામે બનેલા એક બનાવમાં મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખરીદી કરવા આવેલા એક યુવાનને માર મારી અને રૂા.૪૧૦૦ની લુંટ કરી નાસી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર રોહિતભાઈ રાજેન્દ્રભાઈ સોનકર(ઉ.વ.ર૧) (રહે. હાલ જૂનાગઢ, દોલતપરા, સાબલપુર ચોકડી નજીક વાળા)એ મોટરસાઈકલ નંબર જીજે-૧૧-બીકે-૩૯ર૭ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદ ચાલીને ખરીદી કરવા માટે જતા હતા ત્યારે માલીવાડા રોડ ઉપર પહોંચતા આ કામના આરોપીઓ મોટરસાઈકલ રજી. નંબર જીજે-૧૧-બીકે-૩૯ર૭માં આવી મોટરસાઈકલ ઉભી રાખી અને ફરિયાદી તથા સાહેદ તેમની પાસે પહોંચતા મોટરસાઈકલ ચાલકએ ફરિયાદીનો કાઠલો પકડી જેમ ફાવે તેમ ગાળો આપી દરમ્યાન અન્ય ઈસમ પણ આવી જઈ બંનેએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારતા તેમની મોટરસાઈકલમાં વચ્ચે બેસાડી અપહરણ કરી થોડે દુર આગળ ગલીઓમાં લઈ જઈ મોટરસાઈકલ રોકી ફરિયાદીને ઉતારી ફરિયાદીના ખીસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી રોકડા રૂા.૪૧૦૦ કાઢી લુંટ કરી જતા મારી નાખવાની ધમકી આપી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં બે અજાણ્યા શખ્સોએ ચાંદીના બે સીક્કા આપી રૂા.અડધો લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ
જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન પાસે પટેલ રેસ્ટોરન્ટની નજીક બનેલા એક બનાવમાં એક મહિલાને બે અજાણ્યા શખ્સોએ ચાંદીના બે સીક્કા આપી અને રૂા.પ૦ હજાર લઈ છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે સોનલબેન લલીતભાઈ ચાવડા(ઉ.વ.૩૮) રહે.રામૈયા, હનુમાન વિસ્તાર, મહેક ટેલીકોમની બાજુમાં, જેતપુર, નવાગઢ વાળાએ મો.નં.૯પ૧૯ર૮૪૯૭ર વાળો શખ્સ તથા અજાણ્યા એક શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદી મહિલાને અમે અનાથ આશ્રમના બાળકો છીએ અને અમોને અમદાવાદ ખાતેથી સોના-ચાંદીના દાગીના મળેલ છે. જે દાગીના તમો જાેઈ લો પછી પૈસા બાબતે નક્કી કરીશું તેમ કહી ફરી તા.૧૮-૯-ર૦ર૩ના રોજ જૂનાગઢ બસ સ્ટેશન ખાતે આવેલ અને આ કામના બંને અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને ચાંદીના બે સીક્કા આપી અને ફરિયાદી પાસેથી રૂા.પ૦ હજાર લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પીખોર ગામે તથા ભેંસાણ પંથકમાં જુગાર દરોડા
માળીયા હાટીના પોલીસે પીખોર ગામે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ મહિલા સહિત ૧રને રૂા.૪પ,પ૬૦ની રોકડ મુદ્દામાલ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે ભેંસાણ પોલીસે બે મહિલા સહિત ચારને જાહેરમાં જુગાર રમતા રૂા.૯પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યના બનાવો
જૂનાગઢના લીરબાઈપરા વિસ્તારમાં રામચોક નજીક રહેતા વનરાજભાઈ નાનજીભાઈ ડેડાણીયા(ઉ.વ.૩૧)ને છેલ્લા બે વર્ષથી હરસ-મસા અને પેશાબમાં બળતરાની બિમારી હોય જેનાથી કંટાળી પોતાની મેળે ચુંદડીનો ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકાના વીજાપુર ગામે શાંતિબેન લખમણભાઈ કેશવાલાએ કોઈપણ કારણસર ભુલથી પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત મેંદરડાના રમેશભાઈ કાંતીલાલ શાહ મેંદરડા ખાતે આવેલ શ્રી રાધાબા ખુંડીયા સ્વામી આશ્રમમાં વૃધ્ધાશ્રમમાં રહેતા હોય અને શ્વાસની બિમારી સબબ સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત કેશોદ તાલુકાના પીપળી ગામે રહેતા કોમલબેન ડો/-ઓ નરશીભાઈ રાવલીયા(ઉ.વ.ર૬) કોઈપણ અગમ્ય કારણોસર પોતાની મેળે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેમનું મૃત્યું થયું છે. આ ઉપરાંત કેશોદના ઈન્દીરાનગર આગળ ભરડીયાવાળા વિસ્તાર નજીક રહેતા અંજલીબેન ડો/ઓ રાજુભાઈ કુવરીયા(ઉ.વ.૧ર) ખાણમાં પાડીના ખાડામાં કપડા ધોવા જતા પગ લપસી જતા પાણીમાં ડુબી જવાથી તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત માણાવદર પાવરહાઉસ પાસે વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ કનેરીયા(ઉ.વ.૪પ) પોતાના ઘરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા તેનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!