જૂનાગઢમાં કોલેજ રોડ ઉપર સ્કુલ છુટવાના સમયે ટ્રાફીક જામની સ્થિતી

0

દરરોજ સર્જાતી આ પરિસ્થિતીમાંથી ઉકેલ લાવવા લોકોની માંગણી

જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા કોઈ નવી વાત નથી. આ સમસ્યાથી ત્રસ્ત શહેરીજનો મુશ્કેલીભરી પરિસ્થિતીનો રોજ સામનો કરી રહયા છે. ખાડાવાળા શહેરના રાજમાર્ગો અને તેની સાથેજ ચકાચક ટ્રાફીકની સમસ્યા જેનો કોઈ ઉકેલ આવતો નથી. જાગૃત નાગરીકો, આગેવાનો, સબંધંત તંત્રની ટ્રાફીક માટે બેઠકો અવાર-નવાર મળે છે. સુચનોની આપલે થાય છે પરંતુ સચોટ ઉપાય આજ દિવસ સુધી હાથ લાગ્યો નથી. ટ્રાફીક સમસ્યાના અજગર ભરડામાં સપડાયેલી જનતાની વધુ એક ટ્રાફીકને લગતી સમસ્યા સામે આવી છે. આ અંગે મળતી વિગતો અનુસાર જૂનાગઢના હાર્દ સમો માર્ગ એટલે કોલેજ રોડ ગણાય છે. સરદાર ચોકથી લઈ ભુતનાથ ફાટક, બહાઉદીન કોલેજ, હાજીયાણી બાગ, ઈન્દિરા ગાંધી સર્કલ, મોતીબાગ, ટીંબાવાડી રોડ અને ટીંબાવાડી ગેઈટ સુધીના આ માર્ગ ઉપર પગપાળા જતા લોકો, સ્કુટરથીલઈ મોટા હેવી વાહનો, એસટી બસ, સ્કુલ વાહનો ઉપરાંત બહારગામથી આવતા ફોર વ્હીલર સહિતના વાહનો સતત અવર-જવર કરતના હોય છે. આ વાહનોની વણજાર વચ્ચે બપોરના સમયે એટલે કે ૧ર વાગ્યાથી ૧ વાગ્યા સુધી પરિસ્થિતી એટલી હદે વણસી જાય છે કે, વાત ન પુછો એકતરફ વિવિધ સ્કુલોના વિદ્યાર્થીઓ સ્કુલ છુટે એટલે ઘર તરફ પ્રયાણ કરતા હોય, કામ-ધંધે ગયેલા લોકો બપોરના સમયે ઘરે આવતા હોય તો સાથે જ ચારે દિશામાંથી આવતા નાના મોટા વાહનોનો પ્રવાહ એક મોટો ગુંચવાડો એટલે કે રસ્તામાં ટ્રાફીક જામની સ્થિતી સર્જી દે છે. ૧ર થી ૧ વાગ્યા સુધી આ વિસ્તારમાં વાહનોનો જમેલો રહે છે. આ એક દિવસનું નથી. કાયમી સમસ્યા છે અને આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે તેવો સવાલ આજે સર્વત્ર ચર્ચાનો વિષય બનેલો છે. જૂનાગઢ શહેરની હાલની સ્થિતી એવી છે કે, શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીકની કાયમી સમસ્યા રહેલી છે જ. ટ્રાફીકને લગતા સુચનો આવે પરંતુ તેની અમલવારી કરવામાં પણ ભૌગોલિક સ્થિતી બધારૂપ બની રહી હોવાનું ચર્ચાય છે.
જૂનાગઢ શહેર હાલ ખાડાનગરમાં ફેરવાઈ ગયું છે તેવા સમયે સૌ પ્રથમ તો આ શહેરના મુખ્ય માર્ગો, શેરી, મહોલ્લાઓ કે સોસાયટી વિસ્તારોના રસ્તાઓનું નવીનીકરણ કરવું પડે તેમ છે. એકતરફ ટ્રાફીક સમસ્યા અને ખાડાઓ વાળા રસ્તા ઉપર પસાર થવું એટલેે અકસ્માતના જાેખમની લટકતી તલવાર વચ્ચે પસાર થવું પડે છે. ત્યારે આ માર્ગો ઉપર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!