સલાયાના ખારાનાકા વારા વાછરડાડાની જાતર યોજાઈ

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન ભાદરવા મહિનાના સોમવારે કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાછરાદાદાના દર્શન કરી, નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાચીન રિવાજ મુજબ ઢોલ – શરણાઈ સાથે દાદાની જાતર ઉજવાઈ હતી. જેમાં સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવાએ પણ પૂજન અર્ચન કરીને પૂજારી તથા ભુવા આતાના આશીર્વાદ લીધા હતા.

error: Content is protected !!