દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે માર્ગદર્શન આપતા રેન્જ આઈ.જી.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા આઈજીપી અશોકકુમાર યાદવએ અનુસૂચિત જાતિના મોલમાં વિઝીટ લઈને જિલ્લાભરના અનુસૂચિત જાતિના આગેવાનોની હાજરીમાં ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સમીર સારડાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું કે રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં ઓપરેશન સમરસતા અને અરજીઓના ઓરેન્જ રજીસ્ટર અંગેની ખૂબ જ અગત્યની માહિતી આપી અને આ બંને કામગીરીઓ દ્વારા છેવાડાના ગામના અનુ. જાતિના સભ્યોને નડતા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવા અંગેની કામગીરીની વિગત આપી હતી. આ ઉપરાંત અતયાચારના બનાવ ન બને તે માટે ગુજસીટોક અને પાસા જેવા કડક અટકાયતી પગલા લેવાયા હોવાની માહિતી પણ તેમણે આપી હતી. ગરીબ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવીને લૂંટતા વ્યાજખોરો સામે ચલાવેલી ઝુંબેશની સફળતાની પણ બાબત રજૂ કરી અને સાથે અનુ.જાતિ મોલાના બાળકો ખૂબ જ ભણી ગણીને આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ગતસાંજે અહીંની પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની આ મુલાકાત દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારીઓ, સ્ટાફ સાથે સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો વિગેરે જાેડાયા હતા.

error: Content is protected !!