જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં રહી બી.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

0

જૂનાગઢની કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી અને પટેલ કેળવણી મંડળમાં રહેતી યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ સ્યુસાઈડ નોટમાં માં-બાપની માફી માંગી અને મોત વ્હાલું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત નિવાસી અને જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળમાં રહેતી અને ઘોડાસરા કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની શિવાનીબેન વિરોજા(ઉ.વ.૧૮)એ પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા હોસ્ટેલ પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાના પગલે પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થામાં રહેતી અને ઘોડાસરા કોલેજમાં અભ્યાસ કરતી સુરતની એક દિકરીએ બપોરના એક વાગ્યા આસપાસ આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે. આ દિકરીએ સવારે કોલેજમાંથી રીસેસમાં પોતાના પરિવાર સાથે વાત કરી હતી. ત્યારબાદ કોલેજ પુરી થયા બાદ હોસ્ટેલમાં જતી રહી હતી. જયારે હોસ્ટેલ રૂમમાં ૬ દિકરીઓ રહેતી હોય છે. જેથી ૧ર વાગ્યે જમવાનો સમય હોવાથી રૂમમાંથી જવા માટે નિકળ્યા ત્યારે શિવાનીએ જમવાની ના પાડી હતી. જેથી પ દિકરીઓ જમવા માટે જતી રહી જયારે શિવાની રૂમમાં જતી રહી હતી. ત્યારબાદ શિવાનીની રૂમ મેન્ટ જમીને પરત ફરતા રૂમ લોક જાેવા મળ્યો હતો. જેથી તેણે બારીની સ્લાયડર ખોલી અને જાેતા શિવાનીએ આપઘાત કર્યો હોવાનું દેખાતા રાડારાડી કરી મુકતા ગૃહમાતા તથા પ્રમુખને જાણ કરી હતી. સંસ્થા દ્વારા તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા બારીનો ગ્રીલ તોડી અને દરવાજાે ખોલી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં શિવાનીએ પોતાના માતા-પિતાની માફી માંગી હોય તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અગમ્ય કારણોસર અને હોસ્ટેલમાં ગમતું ન હોય ઘરની યાદ આવતી હોય જેથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનૂમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભૂતકાળમાં પણ વિદ્યાર્થીનીઓના આપઘાતના બનાવો બન્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીના આપઘાતના બનાવને પગલે ચર્ચા જાગી છે.

error: Content is protected !!