૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

0

કુત્રિમ શ્વાસ આપી નવજાત બાળકનું જીવન બચાવાયું

સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડામાં રહેતા એક બેનને પ્રસુતિની પીડા ઉપડતા તેના પતિએ ૧૦૮માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે સુત્રાપાડા ૧૦૮ની ટીમ ઈ.એમ.ટી. હિતેશભાઈ ગોવશ્યમી અને પાયલોટ ગૌતમભાઈ વાળા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચીને ઈ.એમ.ટી. હિતેશભાઈ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પણ બેનને પ્રસૂતિનો દુઃખાવો હોવાથી ૧૦૮ના ઈ.એમ.ટી. હિતેશએ તત્કાલીન તેને જરૂરી સારવાર શરૂ કરી દીધી પણ તે બેન પ્રસુતિનો અસહ્ય દુઃખાવો થવાથી તાત્કાલિક અમદાવાદ ખાતેના ીદ્બટ્ઠખ્તિીહષ્ઠઅ િીજॅર્હજી ષ્ઠીહંીિ ઉપર કોલ કરીને માર્ગદર્શન લેતા જાણ કરવામાં આવી કે પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કરાવવી પડે એમ છે. એટલે ઈએમટી હિતેશએ અમદાવાદ ખાતેના ૧૦૮ના ડોકટરના સતત સંપર્કમાં રહીને એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી પણ બાળકના ધબકારા ઓછા હોવાથી ઈએમટી હિતેશભાઈ તત્કાલિન કુત્રિમ શ્વાસ અને ઓક્સિજન ચાલુ કરી માતા તથા બાળકનો જીવ બચાવ્યો અને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આમ એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક દિકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ના સ્ટાફ અને ૧૦૮નો ખુબ ખુબ આભાર માન્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!