માહિતી ખાતાની જૂનાગઢ કચેરી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ ખાતે આવેલ કે.જે. નર્સ્િંાગ સ્કૂલ ખાતે ગુજરાત સરકારના માહિતી ખાતાની જૂનાગઢ કચેરી દ્વારા “સ્વચ્છતા હી સેવા અભિયાન” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં જૂનાગઢમાં આવેલી ખુબ જાણીતી હોસ્પિટલ “એસ્થે કાયા કલ્પસ્કીન હેર લેઝર ક્લિનિક એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જૂનાગઢના ડો. પિયુષ બોર બોરખતરીયા, MD (Dermatologist) હાજર રહ્યા હતા અને તેઓએ સ્વચ્છતા વિશે, સ્વચ્છતાનું આરોગ્યમાં મહત્વ, મહાત્મા ગાંધીજીના વિચારો દ્વારા જીવનમાં આગળ વધવું આ બધા વિષય ઉપર તાલીમ અને માહિતી આપી હતી. સ્વપ્ન યુવા વિકાસ મંડળના પ્રમુખ હર્ષદ વાજાએ સ્વચ્છતાનું મહત્વ સમજાવીને ભીના અને સૂકા કચરાને અલગ રાખવા વિશે માહિતી અને તાલીમ આપી હતી અને પરંપરાગત માધ્યમ દ્વારા સમજણ આપવા માટે સ્વપ્ન યુવા વિકાસ મંડળના સભ્યો પણ જાેડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કે.જે. નર્સિંગ સ્કૂલના ભરતભાઈ હડિયા(ટ્રસ્ટી), નીતિનસર પરમાર(પ્રિન્સિપાલ), મિત સિંધવ(વાઇસ પ્રિન્સિપાલ), જગદીશભાઈ મારૂ(ક્લાર્ક) અને બધા ટયુટર નિરાલી ડાંગર, મિરલ ગુશર, હાર્દી અંજારા, અસ્મિતા મેમ, ક્રિષ્ના ડાંગર બધા એ સાથ સહકાર હતો અને જૂનાગઢ જિલ્લાની માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અને સ્ટાફ દ્વારા પણ કાર્યક્રમના આયોજનને લઈને ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!