વિદાય સમારંભમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જાેવા મળ્યો
પીએચસી કુકસવાડા ખાતે વેક્સીનેટર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા એચ.વી.વ્યાસ વયમર્યાદાના કારણે પોતાની સેવામાંથી તા.૩૧-૮-૨૦૨૩ના રોજ નિવૃત્ત થતા પ્રા.આ. કેન્દ્ર – કુકસવાડા ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ ઊપરાંત શશિકુંજ- જૂનાગઢ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વ્યાસનું સન્માન ઈએમઓ લાખાણીની અધ્યક્ષતામાં સાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું અને તેઓની કામગીરીની પ્રસંશા કરી શુભેચ્છા પાઠવી હતી. કુકસવાડા ખાતે આયોજીત વિદાય સમારંભમાં માળિયા બ્લોક હેલ્થ કચેરીના વડા ડો. આભા, મિતેષભાઈ કછોટ, રાજુભાઈ ભાલીયા તથા બ્લોક હેલ્થ કચેરીનો સ્ટાફ, ચોરવાડ સીએચસી તેમજ મેડિકલ ઓફિસર જાદવ અને દરેક ફાઈલેરિયા વર્કર, સ્ટાફ નર્સ સહિતના તમામ કર્મચારી ભાઈઓ, બહેનોએ ઉપસ્થિત રહીને એચ.વી.વ્યાસની યશસ્વી કારકિર્દીના વખાણ કર્યા અને અનેક ભેટ સોગાતો સહિત નિવૃતિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ આપી હતી. કોઈ તેમને ભેટીને રડ્યું તો કોઈએ વ્યાસને આરોગ્ય વિભાગના ભીષ્મપિતામહ ગણાવ્યા હતા. રાજુભાઈ સોલંકી, મિતેશભાઈ ક્છોટ, અમરીશભાઈ પરમાર તેમજ જૂનાગઢ આરોગ્ય વિભાગમાંથી યજ્ઞેશભાઈ વ્યાસ, અઘેરાભાઈ અને જે.પી.આહ્યાની વાણીએ બધાના દિલ જીતી લીધા હતા.