ગીરગઢડા નજીક અનામત જંગલ વિસ્તારમાં ડ્રોજ કેમેરો ઉડાવી સિંહ દર્શન કરનારા અમદાવાદના છ શખ્સો ઝડપાયા

0

ગીરગઢડા નજીક રસુલપરા ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં અમદાવાદના છ શખ્સો ગેરકાયદેસર જંગલમાં પ્રવેશી અને ડ્રોન કેમેરો ઉડાવી સિંહ દર્શન કરતા હોવાની બાતમીના આધારે જશાધાર રેન્જના આરએફઓ એ.બી. ભરવાડ, ગીરપુર્વ વન વિભાગના નાયબ વનસંરક્ષક રાજદિપસિંહ ઝાલા, મદદનીશ વન સંરક્ષક મનીષ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અમદાવાદના છ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂા.ર.૧૦ લાખનો દંડ વસુલ કરવામાં આવેલ છે.

error: Content is protected !!