જૂનાગઢમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે મજેવડી દરવાજા નજીકથી અલ્ટ્રો કાર જીજે-૩૭-બી-૦૬૪રમાંથી ગેરકાયદેસર પાસપરમીટ વગર ઈંગ્લીશ દારૂની રોયલ ગ્રાન્ટ માલ્ટ વિસ્કી ૧૮૦ ભરેલ પેટી નંગ-૧ર રૂા.પ૭,૬૦૦નો મુદ્દામાલ તથા મારૂતી સુઝીક કંપનીની અલ્ટો કાર જીજે-૩૭-બી-૦૬૪ર કિંમત રૂા.૧,પ૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા.ર,૦૭,૬૦૦નો જપ્ત કરેલ છે. અલ્ટો કારનો ચાલક હાજર નહી મળી આવતા તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ફોરવ્હીલ કાર જીજે-૧૧-સીએચ-૩૧ર૯માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ગ્રીન લેબલ વ્હીસ્કી ૭પ અંશ પ્રુફ ૪ર.૮ ટકા વીવી સેલ ઈન રાજસ્થાન ઓન્લી ૭પ૦ ભરેલ પેટી નંગ-પ રૂા.ર૭ હજાર તથા મારૂતી સુઝીક કંપનીની ઈકો કાર જીજે-૧૧-સીએચ-૩૧ર૯ મળી કુલ રૂા.૧,૭૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ અંગે ભરત પરમાણંદ તથા વિકી સુરેશભાઈ કુંડલાણી વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરી બી ડીવીઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢમાં રૂા.૧પ લાખની ધંધામાં ખોટ આવતા આર્થિક નુકશાનીના કારણે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢના ટીંબાવાડી માધવ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧૦૧ ખાતે રહેતા અનંત દિનેશભાઈ ચુડાસમા(ઉ.વ.ર૩)એ અગાવ એકાદ વર્ષ પહેલા ઈ-બાઈકનો શોરૂમ કરેલ હતો. જેમાં આશરે ૧પ લાખની ધંધામાં ખોટ નુકશાની આવતા આ શોરૂમ બંધ કરી દીધેલ હોય અને જેના કારણે આર્થિક નુકશાનીના કારણે તે સતત તણાવ અને ટેન્શનમાં રહેતા હોય જેથી પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. સી ડીવીઝન પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!