જૂનાગઢમાં સ્કૂલ, ગુરૂકુળ, મંદિર સહિત ૯૬ને ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ ફટકારાઈ

0

જૂનાગઢ મહાનગરપાલિકાના સિનીયર ટાઉન પ્લાનરએ જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ વિરૂધ્ધ નોટિસો જારી કરવામાં આવી છે અને વોકળાની આજુબાજુ બનેલા ૯૯ બાંધકામોને નોટિસ આપી અને આસામીઓને ત્રણ દિવસમાં આધારપુરવા સહિતનું રેકર્ડ રજુ કરવા જણાવવામાં આવેલ છે જેને લઈને ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢમાં ચોમાસા દરમ્યાન બે-બે જળહોનારત બાદ જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. જેને ખાળવા માટે મહાનગરપાલિકા દ્વારા ૯૯ એવા બાંધકામને નોટિસ આપવામાં આવી છે. જે વોંકળાની આજુબાજુ બન્યા છે. જેમાં બહુમાળી ઇમારતો, સ્કૂલ, ગુરૂકુળ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને નાના મકાનોનો સમાવેશ થાય છે. મોટા ભાગના બાંધકામ એવા છે જે તે સમયે બિલ્ડરોએ બનાવી નાખ્યા છે. જેને લોકોએ ખરીદ્યા છે. નોટિસ મુજબ આવા બાંધકામ માટે મળેલી મંજૂરીના જે તે સમયના મંજુર થયેલા નકશા, લેઆઉટ પ્લાન, વગેરે ત્રણ દિવસમાં રજૂ કરવા કહેવાયું છે. ત્રણ દિવસમાં જરૂરી ડોક્યુમેન્ટ રજૂ ન થાય તો આવી વોકળા આસપાસની ઇમારત સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જાેકે, આ નોટિસની કામગીરી પૂર્ણ થયાને દોઢ મહિનો થયો, કેટલાક લોકોને હજુ પણ નોટિસ મળી રહી છે. પરંતુ કાર્યવાહી કોઈપણ પ્રકારની થઇ નથી. મહાનગર પાલિકાએ નોટિસ આપતા પહેલાં સીટી સર્વે કચેરી દ્વારા જે તે જગ્યાઓ ઉપર વોંકળાની લંબાઈ-પહોળાઈ ચકાસવામાં આવી હતી અને તેને રેકોર્ડ મુજબ ચકાસવામાં આવી એ પછી તેનો અહેવાલ સરકારમાં પણ મોકલી આપાયો છે. વોકળા ઉપર કે તેની આજુબાજુમાં થયેલા આવા સેંકડો બાંધકામ બાદ તેમાં અંદાજે ૧ હજાર પરિવાર વસવાટ કરે છે. આ બાંધકામ જ્યારે અને જેણે કર્યું તેમણે આવા કોઈ નિયમોને ધ્યાને લીધા વગર પોતાના લાભને જાેયો હતો. જળહોનારત થતાં જ વરસાદી પાણીનો નિકાલ યક્ષ પ્રશ્ન બનતાં અધિકારીઓએ નોટિસ આપવાનું શરુ કર્યું હતું. આ સર્વે જ્યારે ચાલતો હતો ત્યારે સીટી સર્વે કચેરીમાં તમામ કર્મચારીઓ માત્ર વોકળા ઉપરના બાંધકામ અને તેમાં થયેલા દબાણની ફાઈલો તૈયાર કરતા હતા. જેના કારણે અંદાજે ૭ દિવસ સુધી બીજા કોઈ કામ પણ થયા ન હતા. પરંતુ નોટિસ આપી દેવામાં આવી એ પછી કોઈ કામગીરી થઇ હોય તેવું જાેવા મળ્યું નથી. ત્યારે આ કામગીરી માત્ર લોકોનો રોષ ખાળવા માટે જ થઇ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી જૂનાગઢ આવૈ રહ્યા છે ત્યારે જળહોનારતનો ભોગ બનેલા સેંકડો લોકોની નજર તેમના ઉપર છે.
કાનુની નિષ્ણાંતનો અભિપ્રાય
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર અને ખાસ કરીને વોકળાની આજુબાજુ બાંધકામો કરનારાઓને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જે અંગેની કાનુની ચર્ચાઓ આજ ઉઠવા પામી છે ત્યારે કાનુની નિષ્ણાંતોએ કેટલાક મુદ્દાઓ પણ આ બાબતે તારવ્યા છે. જેમાં એક મુદ્દો એવો પણ છે કે, વોકળાથી ૧પ મીટર સુધીમાં બાંધકામ ન થાય આ ઉપરાંત કોર્પોરેશનમાં અમલમાં આવ્યું તે પહેલાના બાંધકામમાં કલમ ર૬૦ લાગું પડે નહી ઉપરાંત ઘણી વખત બાંધકામ કરનાર બિલ્ડર બ્લોક વેંચીને ચાલ્યા ગયા છે તો તેમાં શું થઈ શકે ? નકશામાં ૧પ મીટરથી દુર બતાવ્યું હોય અને બાંધકામ ૧પ મીટરની અંદર હોય તો બિલ્ડર સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ થઈ શકે અને બિલ્ડીંગ પાડી નાખવાનું થાય તો બિલ્ડરે ફલેટ ધારકોને વળતર આપવું પડે. ટુંકમાં કોર્પોરેશનની ઈચ્છા હોય તો ઘણું થઈ શકે પરંતુ કોર્પોરેશનના કમિશનરની પ્રબળ ઈચ્છાશકિત હોય તો જ આ શકય બને. વધુમાં વોકળાથી ૧પ મીટરથી અંદર બાંધકામ છે કે નહી તે માટે કોઈ કંપનીને કોન્ટ્રકટ આપવો જરૂરી નથી પરંતુ કોર્પોરેશનનો કોઈપણ અનકવોલીફાઈડ એન્જીનિયર પણ ફુટપટ્ટી લઈ માપણી કરી શકે તેમ છે. તેમાં લાખો રૂપીયાના ખર્ચની વાત હંબક છે અને આખા પ્રશ્નને ટલ્લે ચડાવવા જેવું છે.

error: Content is protected !!