દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીએ માંઝા ગામની સરકારી શાળાની મુલાકાત લીધી

0

ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત ગઈકાલે શુક્રવારે અહીંના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા દ્વારા લેવામાં આવી હતી. દેરામોરા ક્લસ્ટરની આ શાળાના બાળકો દ્વારા શિક્ષણાધિકારીને દુહા, છંદ તેમજ ભજન સંભળાવવામાં આવ્યા હતા. અહીં તેમણે દરેક વર્ગખંડની મુલાકાત લઇ અને કુનેહપૂર્વક બાળકો પાસે રહેલા જ્ઞાનને જાણ્યું હતું.
અહીં સરપ્રાઈઝ વિઝીટમાં આવેલા શિક્ષણાધિકારીએ બાળકો સાથે ભોજન લીધું હતું અને સ્ટાફની કામગીરી બિરદાવી હતી. તેમની સાથે સ્થાનિક સી.આર.સી. કો-ઓર્ડીનેટર પણ જાેડાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

error: Content is protected !!