ઝાંઝરડા રોડ ઉપરની આડેધડ થયેલ ફુટપાથ-રસ્તા ઉપરની પેશકદમીને દુર કરતું પ્રશાસન

0

બસ સ્ટેશનથી લઈને છેક ઝાંઝરડા ચોકડી સુધીના જૂનાગઢના હાર્દ સમાન મનાતા અતિ વિકસીત ઝાંઝરડા રોડ ઉપર ખાણી-પીણી, શાકભાજી સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ઉપરાંત આ રોડ ઉપર આવેલા મોટાભાગના એપાર્ટમેન્ટોમાં ઉતારવામાં આવેલી દુકાનો પૈકી ભાગ્યે જ કોઈ દુકાનો પૈકી ભાગ્યેજ કોઈ દુકાનો સામે ગ્રાહકોના તો ઠીક પોતાના વાહનો પાર્કિંગ કરવાની કોઈ જગા ન હોવાથી લોકો માટે લખલુંટ ખર્ચે બનાવેલ પગપાળા ચાલવાની ફુટપાથ ઉપર આડેધડ વ્યાપક પ્રમાણમાં પેશકદમી કરી લેવામાં આવી છે. એટલું જ નહીં આ રોડ એટલો બધો ઝડપથી વિકસીત થતો જતો હોય દિન પ્રતિદિન એટલો મોટો વાહન વ્યવહાર વધતો જતો હોવાથી જટીલ પ્રકારની ટ્રાફીક સમસ્યા ઉદ્‌ભવી છે કે નાના મોટા વાહન ચાલકો તો ઠીક પગપાળા નીકળનારા લોકો માટે ચાલે તો ચાલે કયા?
અને તેમાંય મનપા દ્વારા થતા ખોદાણો અને ગેસની અને ગટરની પાઈપલાઈન નાખ્યા પછી તો આ મહાનગરનો રસ્તો છે કે કોઈ ગામડાનો ખેતરાવ જમીન છે? તેજ નકકી કરવા જેથી કઠીન પરિસ્થિતીમાં અતિભારે વરસાદ વિગેરે કુદરતી અને માનવસર્જીત ટ્રાફીક સમસ્યાથી આ રોડ પરના આવન-જાવન કરનારા લોકો એટલા બધા ત્રાસી ગયા હતા કે ઘર બહાર નીકળતા પહેલા સો વાર વિચાર કરવો પડશે, મતલબ કે લોકો જાય તો જાય કયાં? એવી લોકવેદનાને આ દૈનિકે તાજેતરમાં વાચા આપી આ પ્રશ્ન પ્રશાસન સમક્ષ મુકતા આ જટીલ પ્રશ્નને જૂનાગઢ જીલ્લ્‌ પોલીસ અને મનપા તંત્રએ ગંભીરતાથી લઈને તાકીદની અસરથી સિધ્ધનાથ મંદિર પાસેના રેલ્વે અન્ડરબ્રીજથી લઈ છેક ઝાંઝરડા ચોકડી સુધીના ઝાંઝરડા રોડ પરની તમામે તમામ ફુટપાથ ઉપરના નાના-મોટા દબાણો હટાવીને લોકો જાય તો જાય કયાં? તે ત્રાસમાંથી મહદઅંશે મુકત કરાવની ટ્રાફીક પોલીસ અને મનપાના પ્રશાસનની સરાહનીય કામગીરી કરતા રાહતની લાગણી અનુભવેલ છે.
જાે કે અવી પણ આ રોડ ઉપર ચર્ચા થતી સાંભળવા મળેલ કે મનપાના પ્રશાસન અને ટ્રાફીક પોલીની પેશકદમી દુર કરવાની કામગીરીમાં કેટલાક સ્થળ ઉપર વ્હાલા-દવલાની ભેદભાવયુકત નીતિ અપનાવી હોવાનો કેટલાક લોકો, વેપારીઓ વસવસો વ્યકત કરતા જાેવા મળેલા છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના ખુદના બેસણા (રહેઠાણ) આ રોડ ઉપર હોવાથી તેમના કહેવાતા ઓળખીતા કે પરિચીતોના નાના મોટા દબાણોને નજરઅંદાજ કરવામાં આવ્યા હોવાનું વેપારીઓમાં ચર્ચાય છે.
કેટલાક તાજેતરમાં થયેલા રીનોવેશન અને બે માળની બનાવવામાં આવેલી દુકાનોમાં ઉપર જવા-આવવાની સીડીના પાકા બાંધકામોમાં ફુટપાથનો સરેઆમ ઉપયોગ કરીને કાયમી ટ્રાફીક સમસ્યાને વધુ ઘેરી બનાવી હોવા છતાં આવી ગેરકાનુની કાયમી પાકી પેશકદમી જેમની તેમ કયાં કારણોસર જાેવા મળે છે તે પ્રશ્ન ઝાંઝરડા રોડ ઉપરની જનતાને મુંઝવી રહયો છે.!

error: Content is protected !!