ખંભાળિયામાં ભાજપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

0

સત્ય અને અહિંસાના પૂજારી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજરોજ ખંભાળિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અહીંના જાેધપુર ગેઈટ ખાતે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. આ ઉપરાંત ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષની જેમ વર્ષે પણ ખંભાળિયા શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો તથા જિલ્લાના આગેવાનોએ અહીંના ખાદી ભંડાર ખાતે જઈ અને સામૂહિક રીતે ખાદીના વસ્ત્રોને ખરીદી કરી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, જગુભાઈ રાયચુરા, રેખાબેન ખેતિયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, પી.એમ. ગઢવી, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી સહિતના કાર્યકરો
જાેડાયા હતા.

error: Content is protected !!