માંગરોળ બંદર ખાતે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

0

માંગરોળ બંદર ખાતે ભારત સરકારની સંસ્થા FISHERY SURVEY OF INDIA (FSI)ના માધ્યમથી માછીમારો સાથે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. NFDBમ્ના મેમ્બર વેલજીભાઈ મસાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં FSIના મુખ્ય વૈજ્ઞાનિક કદમ અને તેમની ટીમ દ્વારા માછીમારો સાથે ફિશિંગની પધ્ધતિ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી તેમજ આવનારા સમયમા માછીમારોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ પોતાના વ્યવસાયને વધુ મજબુત કરવા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ તકે ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયા, બોટ એશોસીએસનના પ્રમુખ ખીમજીભાઈ, જેઠાભાઈ, ફીશરીઝ અધિકારી વાધેલા તેમજ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!