અકસ્માત નિવારણ માટે જિલ્લા ટ્રાફિક બ્રાન્ચની ખાસ ઝુંબેશ વેરાવળ ખાતે NGO, ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતીમાં શુભારંભ

0

ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વેરાવળ જુનાગઢ હાઇવે પર અકસ્માતોના નિવારણ માટે લોકજાગૃતિ સાથે રિફ્લેક્ટિવ રેડિયમ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દસ દિવસ સુધી યોજનાના ટ્રાફિક ડ્રાઈવ અંગે જિલ્લા ટ્રાફિક શાખા ના પી.એસ.આઇ સંજય મહેતાએ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે મોટાભાગના અકસ્માતોમાં રિફ્લેક્ટિવ વિઝિબીલીટીના અભાવે અકસ્માતો સર્જાય છે અને માનવ જિંદગી ગુમાવવી પડે છે ત્યારે આવા અકસ્માતો નિવારી શકાય તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નાગરિકોમાં જાગૃતિ સાથે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં માં દસ દિવસ સુધી રીફલેકટીવ રેડિયમ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે જેમાં લોકો નો સહકાર પણ ખુબજ અનિવાર્ય છે. ગાંધી જ્યંતી ના દિવસે જૂનાગઢ હાઇવે પર ડારી ટોલ બુથ પર ટ્રાન્સપોર્ટરો, આરટીઓ, સ્થાનિક પોલીસ તેમજ જુદી જુદી સંસ્થાઓ ના પ્રતિનિધિ ઓની પ્રેરક ઉપસ્થિતી માં આ ઝુંબેશ નો શુભારંભ કરવા માં આવ્યો હતો.

error: Content is protected !!