વેરાવળ શહેરમાં ગાંધી જયંતીના દિવસે શિક્ષકોની વિશાળ રેલી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગો સાથે યોજાયેલ હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યભરના શિક્ષકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે ગાંધી જ્યંતીના દિવસે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ વેરાવળ બીઆરસી ભવનથી ટાવર ચોક સુધી શિક્ષકોની વિશાળ રેલી યોજાયેલ હતી. આ રેલીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની બુલંદ માંગ સાથે સુત્રોચ્ચાર કરતાં શિક્ષક ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં જાેડાયા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી રાજ્યના શિક્ષકો સરકાર સામે આંદોલનના માર્ગે ચડ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની અનેક માગો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. જે પૈકીની ઘણી માગો છે. જેનો હજુ સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો નથી અને જેના પગલે શિક્ષકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આજે ગાંધી જયંતીના દિવસે રાષ્ટ્રીય શિક્ષક સંઘના નેજા હેઠળ વેરાવળના બીઆરસી ભવનથી ટાવર ચોક સુધીની શિક્ષકોની વિશાળ રેલી યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં શિક્ષક-ભાઈઓ બહેનો જાેડાયા હતા અને સૂત્રોચાર સાથે સરકાર સમક્ષ પોતાની માગ અને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. વેરાવળ ખાતેની વિશાળ રેલીમાં તાલુકા અધ્યક્ષ દિલીપભાઇ વાળા, સહ સંગઠન મંત્રી જેન્તીભાઇ ગોહિલ, જિલ્લા અધ્યક્ષ વિનુભાઈ બારડ મહામંત્રી દિનેશભાઇ મધા, સંગઠન મંત્રી કિશોરસિંહ રાઠોડ સહીત દરેક તાલુકાના અધ્યક્ષ અને મહામંત્રીઓ સાથે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો જાેડાયા હતા. રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ દેવાતભાઈ ભોળાએ જણાવેલ કે, છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ અમારી જૂની પેન્શનની માગ સહિતના અનેક પ્રશ્નો હજુ પણ પડતર છે. જે પ્રત્યે સરકાર યોગ્ય નિરાકરણ લાવે તેવી માગ છે. ખાસ કરીને આજની રેલી સાથે ગાંધી જયંતી નિમિત્તે શિક્ષકો દ્વારા ટાવર ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્વચ્છતા તેમજ તેમને સુતરની આટી અર્પણ કરવામાં આવી હતી અને જ્યાં સુધી શિક્ષકોની માગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતીજ્ઞા પણ લેવામાં આવી હતી.