માંગરોળ : ઘોડાદર જંગલમાં નિલગાયના ઈજાગ્રસ્ત બચ્ચાને સંજીવન નેચર ફાઉન્ડેશન દ્વારા પ્રાથમીક સારવાર અપાઈ

0

ઘેડ વિસ્તાર નજીક ઘોડાદર જંગલમાં એક નિલગાયનું બે દિવસ પહેલા મોત થયું હતું. ત્યારબાદ તેની આસપાસ લોહીલુહાણ હાલતમાં તેનું પાંચ થી છ દિવસનું બચ્ચું બૂમરાડ કરતું હતું. જે પર્યાવરણ સાથે જાેડાયેલી સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનના સદસ્ય કેશુભાઈ વાઢેરને ધ્યાને આવતા તેઓએ પેટ અને પગના ભાગે ઈજાગ્રસ્ત બચ્ચાને ઘરે લાવી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ સંસ્થાના પરેશભાઈ નિમાવત તથા નરેશગીરી ગૌસ્વામીને જાણ કરી હતી. આ અંગે વનવિભાગના આરએફઓ વાળાને માહિતગાર કરાતા તેઓએ નિલગાયના બચ્ચાને ફોરેસ્ટની ઓફીસે લાવવા વાહન મોકલ્યું હતું. હાલ આ બચ્ચુ અહીં છે અને સ્વસ્થ છે. વધુ સારવાર માટે તેને અમરાપુર વેટરનરી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવનાર છે.

error: Content is protected !!