કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

0

કેશોદ આસપાસના વિસ્તારોમાં કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી બી. સી. ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સપેક્ટર બી. બી. કોળી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પ્રયત્નશીલ છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિનયસિહ કાળુભાઇ સિસોદિયા અને અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમાને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ નજીક આવેલાં માણેકવાડા ગામે ખારા વિસ્તારમાં વેલનાથ મંદિર પાસે એક શખ્સ હાથમાં પ્લાસ્ટિકનું બાચકુ લઈને ઉભો છે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી,વિનયસિહ કાળુભાઇ સીસોદીયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા માહિતી વાળાં સ્થળે માણેકવાડા ગામે ખારા વિસ્તારમાં વેલનાથ મંદિર પાસે પહોંચતા શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની પૂછપરછ કરવામાં આવતાં મિલન કાનાભાઈ મુછડીયા ઉંમર વર્ષ ૨૯ રહેવાસી માણેકવાડા હોવાનું જણાવેલ એમની પાસે રહેલ પ્લાસ્ટિક નું બાચકુ તપાસતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ ચપટા નંગ ૬૦ કિંમત રૂપિયા ૬૦૦૦/- મળી આવતાં કોઈ પ્રકારની પાસ પરમીટ ન હોય પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મઢડા ગામે રહેતા ભાવેશ પીઠીયા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે કેશોદ પોલીસ દ્વારા ભાવેશ પીઠીયા રહેવાસી મઢડા સોનલમાનાં મંદિર પાસે વાડીએ તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં ચપટા નંગ ૩૦ કિંમત રૂપિયા ૩૦૦૦/- મળી આવતાં કબજે લેવામાં આવેલ છે ત્યારે ભાવેશ પીઠીયા હાજર મળેલ નહીં કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી ભાવેશ પીઠીયાને અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!