વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૧૩ને ઈજાઓ

0

વેરાવળ – કોડીનાર નેશનલ હાઇવે રોડ ઉપર એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર, કંડક્ટર સહિત ૧૩ મુસાફરો ઇજા સાથે સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માતની પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળ – સાવરકુંડલા રૂટની એસ.ટી બસ વેરાવળ થી નીકળેલ તે ૧૫ કિ.મી દૂર બોલાસ ગામના પાટિયા પાસે સામેથી આવતા ટ્રક સાથે એસ.ટી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સુત્રાપાડા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં (૧) પરમાર અશોકભાઈ ઉકાભાઇ (ઉ.વ.૪૫) રહે.સાવરકુંડલા (બસ ડ્રાઇવર) (૨) નયનાબેન શંકરભાઈ કલાસવા (ઉ.વ.૩૩) રહે.સાવરકુંડલા (બસ કન્ડક્ટર) (૩) હિંમતભાઇ ડાભી (ઉ.વ.૪૨) રહે. કોડીનાર (૪) પુનીબેન હિંમતભાઈ ડાભી (ઉ.વ.૫૦) રહે. કોડીનાર (૫) પ્રતિક ભરતભાઇ દેવળીયા (ઉ.વ.૧૮) રહે. રાતીધાર (૬) હર્ષલ નિરંજનભાઈ સોનપાલ (ઉ.વ.૨૩) રહે. સાવરકુંડલા (૭) વર્ષાબેન મહેશભાઈ સોલંકી (ઉ.વ.૨૩) રહે. દામલી (૮) મહેશભાઈ જગાભાઈ સોલંકી (ઉ.વ.૨૬) રહે. દામલી (૯) લાભુબેન કરશનભાઈ ઝાલા (ઉ.વ.૪૦) રહે. ખેરા (૧૦) જાગૃતીબેન પુરષોતમભાઈ રાઠોડ (ઉ.વ.૫૯) રહે. સાવરકુંડલા (૧૧) મોતીબેન બેચરભાઈ સાગઠિયા (ઉ.વ.૫૦) રહે.ભાચા (૧૨) બેચરભાઈ ઉકાભાઈ સાગઠિયા (ઉ.વ.૫૫) રહે. ભાચા (૧૩) પ્રણવ અંશુમન ઝણકાટ (ઉ.વ.૧૯) રહે. કોડીનાર ને ઇજા પહોંચેલ જે પૈકી મોટા ભાગના ઇજાગ્રસ્તોને ફેક્ચર હોવાથી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે એસ.ટી વિભાગના અધિકારીઓ પણ વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

error: Content is protected !!