રાજનીતિના પ્રોફેશનમાં નવા કલેવર ધરવામાં ભાજપ પ્રોફેસર !

0

રાજનીતિ પ્રોફેશન છે તો ભાજપ તેનો પ્રોફેસર છે એમ કહેવામાં જરાઇ અતિશયોક્તિ નથી. ભાગ્યે જ કોઇ ‘દળ’ નવી પેઢીને તૈયાર કરવા મથે છે, પણ ભાજપ તેમાં અપવાદ જ નહીં બલ્કે અવ્વલ ક્રમે છે, આ તસવીર તેની પ્રતિતિ કરાવે છે. અમદાવાદના પ્રથમ નાગરિક મેયર મહોદયા પ્રતિભાબેન જૈન સાથે કરબધ્ધ ઉભેલો લવરમૂછ્યો યુવાન જૂનાગઢ યુવા ભાજપનો આશાસ્પદ કાર્યકર પાર્થ અતુલ મહેતા છે. પક્ષે હાલ તેને અમદાવાદમાં જમાલપુર વિધાનસભામાં ‘વિસ્તારક’ તરીકેની ફરજ સોંપી છે. નાથળિયા ઊનેવાળ બ્રહ્મસમાજ પાર્થની રાજકીય તેજસ્વિતાને સરાહે છે. પાર્થ અતુલભાઇ મહેતામાં નેતૃત્વના ગુણ પારખી ગુજરાત ભાજપનાં સંગઠનકાર અને જનરલ સેક્રેટરી રત્નાકરજીએ પણ પાર્થને આગળ ધપવાનાં આશીર્વાદ આપ્યાં છે. ભાજપનાં દિગ્ગજ નેતા અને દેશના ‘લોહપુરૂષ’ સમા ગૃહમંત્રી અમિત શાહજીને ગુજરાત-સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન એરપોર્ટ ઉપર પક્ષના પ્રોટોકોલ મુજબ સત્કારવામાં પણ પાર્થ મહેતા સૂપેરે ભૂમિકા ભજવી ચૂક્યા છે. જૂનાગઢ યુવા ભાજપમાં પાર્થ અતુલભાઇ મહેતાની કાર્યશૈલી જાેઇ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એ મૂળ-મંત્રનો સાક્ષાત્કાર થતો જણાય છે જેમાં “સબ કા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ સબકા વિશ્વાસ”નો પડઘો પડે. ભાજપ પાર્થ મહેતા જેવા કુશાગ્ર અને સમર્પિત કાર્યકરો તૈયાર કરી સ્વાભાવિક જ રાજનીતિના પ્રોફેશનમાં પ્રોફેસરની ભૂમિકા અદા કરી રહ્યું છે. અન્ય પક્ષો ભાજપની આ પધ્ધતિને અનુસરે તો બેડો પાર થાય, કેવળ ઇર્ષ્યા કર્યે તો બેડાગર્ક સિવાય બીજું શું થાય ?

error: Content is protected !!