જૂનાગઢમાં ચટણીના વઘારથી ઉધરસ આવતા વેપારી વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ

0

જૂનાગઢમાં ફાસ્ટ ફુડના દુકાનદારો વચ્ચે સામસામી મારામારી થતા બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરમાં સંકલ્પ કોમ્પ્લેક્સમાં ફાસ્ટ ફૂડની દુકાન ધરાવતા હિરેન નરોત્તમભાઈ ચંદ્રેની બાજુમાં આવેલ અન્ય ફાસ્ટ ફૂડની દુકાનમાં લસણની ચટણીનો વઘાર નાખવામાં આવ્યો હતો. જેના કારણે હિરેનભાઈની દુકાનમાં ઉડ્‌તા ગ્રાહકોને ઉધરસ આવતા તેઓ બાજુની ફાસ્ટ ફૂડની દુકાને કહેવા જતા દુકાનદાર હાર્દિક જયવદન કાચા અને તેનો ભાઈ ચિંતને વઘાર કરવાનું ચાલુ રાખીને ઝપાઝપી કરી હતી. અને હાર્દિકે સોડા વોટર વડે હુમલો કરી હિરેનને ઈજા પહોંચાડી હતી. સામા પક્ષે વઘારના જ પ્રશ્ને હિરેન અને હિતેશ ચંદ્રએ હાર્દિક જયવદનભાઈ કાચા સાથે મારામારી કરી હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!