કેશોદ-માંગરોળ રોડ ઉપર ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત : પતિની નજર સામે પત્નીનું મૃત્યુંં

0

કેશોદના માંગરોળ રોડ ઉપર ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજયું હતું પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ધીરૂભાઈ મનજીભાઈ ફટાણીયા ઉ. વ. ૪૮ અને તેમના પત્ની પ્રફુલાબેન ધીરૂભાઈ ફટાણીયા(ઉ.વ.૩૮) બાઈક ઉપર સવાર થઈ બાજુમાં આવેલ તેમના ગામ પીપળી ખાતે જઈ રહ્યાં હતાં ત્યારે સનાતન આશ્રમ ખાતે પહોંચતાં પાછળ આવતી ટ્રાવેલ્સ બસ ઓવરટેક કરતાં બાઈકને હડફેટે લીધી હતી. આથી બાઇક સવાર પતિ-પત્ની બંને રોડ પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. ૧૦૮ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી પતિ-પત્ની બંનેને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં હાજર તબીબે મહિલાનું મોત નિપજયાંનું જાહેર કર્યું હતું. આથી પરિવારમાં ગમગીની વ્યાપી હતી. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. માંગરોળ રોડ પહોળો કરવા માંગણી માંગરોળ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે. આ રોડ ખૂબ જ સાંકળો છે. બે મોટા વાહનો ક્રોસ કરે તો વોકળામાં ગબડી પડવા પુરેપુરી ભિંતી રહેશે તેથી ફરજીયાત વાહન ધીમું ચાલવવું પડે છે. આ રોડ ઉપર વળાંક હોય અગાઉ પણ અનેક અકસ્માત થયા છે. આ રસ્તો આરએન્ડબીએ પાલિકાને સોંપેલ હોય તેથી રસ્તાં ઉપર આવી જતાં બાવળ સહિતના વૃક્ષો હટાવવામાં આવે અને આ રોડને પહોળો કરવા માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!