ઉપરકોટની ગઈકાલે મુલાકાતે આવેલા મુલાકાતીઓનું સ્વાગત કરાયું

0

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટને ગઈકાલે લોક દર્શન માટે કોર્મશીયલ ધોરણે ખુલ્લો મુકાયો હતો અને નિયત કરેલા ટિકીટના દર મુલાકાતીઓ પાસેથી લેવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૧,૦૩૪ પ્રવાસીઓ આવ્યા હતા. આવનાર પ્રવાસીઓને ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. દરમ્યાન વિનામુલ્યે પ્રવેશ અપાયો હતો. ત્યારે રવિવારે જ્યાં ૫૦,૦૦૦ કરતા વધુ પ્રવાસીઓ ઉપરકોટ ખાતે ઉમટ્યા હતા ત્યાં મંગળવારે માત્ર ૧,૦૩૪ પ્રવાસીઓ જ આવ્યા હતા. જાેકે, રજા પૂરી થઇ છે અને ટિકીટ શરૂ થતા પ્રવાસીઓ ઘટ્યા હોવાનું મનાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ઉપરકોટનું ૭૪ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરાયું છે અને નવીનિકરણ પામેલા ઉપરકોટના ઐતિહાસિક કિલ્લાને ખુલ્લો મુકી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં દિપાવલી અને નૂતન વર્ષના તહેવારી આવી રહ્યા હોય અને દિવાળીના વેકેશન દરમ્યાન પ્રવાસીજનતામાં ભારે વધારો થશે તેમ મનાઈ છે. દરમ્યાન સવાણી હેરીટેઇઝ કન્ઝર્વેટિવ પ્રા.લી.ના જનરલ મેનેજર રમેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, મંગળવારે આવનાર પ્રવાસીઓને ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરી આવકારાયા હતા. અહી આવનારા મુલાકાતીઓને માટે વધુને વધુ સુવિધા ઉભી કરવા અને કોઈ જાતની અવગડતા ન પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જૂનાગઢવાસીઓ માટે ટિકીટના દરમાં પ૦ ટકા રાહત આપવામાં આવી છે અને જેને લઈને શહેરીજનોને ઉપરકોટની મુલાકાત લેવા પણ અનુરોધ કરવામાં આવેલ છે. જૂનાગઢ સહિત ગુજરાતમાંથી આવનારા પ્રવાસીઓને ઉપરકોટનો ભવ્ય નજારો નિહાળવાનું ભાવભર્યા નિમંત્રણ સાથે કુછ સમય ગુજારો ઉપરકોટમાંની પંકિત અનુસાર આવકારવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!