Tuesday, December 5

જૂનાગઢમાં કવીન્સ કલબ દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢમાં કવીન્સ કલબ દ્વારા નવલા નોરતાને વધાવવા માટે વેલકમ નવરાત્રીનું આયોજન પ્રેસીડેન્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતીથી કરવામાં આવી હતી જેમાં કલબની તમામ બહેનોએ આરતીનો લાભ લીધો હતો. કવીન્સ કલબનું આ પાંચમું ઈવેન્ટ હતું. જેમાં રાસગરબાની હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે. ટીપ્પણી રાસ, ભુવા રાસ વગેરે બહેનોએ પ્રસ્તુત કર્યા હતા. આ પ્રોગ્રામમાં ર૦થી લઈ ૭૦ વર્ષ સુધીની બહેનોએ ભાગ લીધો હતો. કવીન્સ કલબનું બહેનો દ્વારા જ સંચાલન કરવમાં આવે છે. જેમાં ૬ એડમીન અને ૪ કમીટી મેમ્બર્સ છે. આ કલબમાં પ્રીતીબેન કોટેચા, દિપ્તીબેન સેજપાલ, તરૂબેન માખેચા, દિપ્તીબેન દાસાણી, ઈન્દુબેન ઉનડકટ કાનાબાર એડમીન તરીકે ફરજ બજાવી રહયા છે.

error: Content is protected !!