ગિરનાર પર્વત ઉપર આવેલ ગુરૂદત્તાત્રેય શિખરે તોફાન મચાવનાર સામે ગુનો ન નોંધાતાં ભવનાથમાં સંતોની બેઠક

0

સંતોની ઉપસ્થિતિમાં ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવે તેવા નિર્દેશો

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂ દત્તાત્રેયના શિખરે દિગંબર જૈન સમાજનાં ૨૦૦ થી ૩૦૦ લોકોના ટોળાંએ મચાવેલી ધમાલને પગલે તેઓ સામે ગુરૂ દત્તાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ સામે ગુનો નોંધવાની અરજી પણ અપાઇ હતી. આમ છત્તાં પોલીસે ગુનો ન નોંધતાં સંતો દ્વારા આગામી પગલાં લેવામાં આવનાર છે. આ માટે ભવનાથમાં એક બેઠક આજે યોજાઈ રહી છે. જેમાં આગળની રૂપરેખા વિશેની વીગતો આપવામાં આવશે. ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂ દત્તાત્રેય શિખર ઉપર ગત તા. ૧ ઓક્ટો. ૨૦૨૩ ના રોજ રવિવારે દિગંબર જૈન સમાજનાં ૨૦૦ થી ૩૦૦ ના ટોળાંએ શિખર મંદિરે ખુરશીઓ અને બીજી વસ્તુઓથી ગુરૂ દત્તાત્રેયની પ્રતિમા અને ચરણ પાદુકાને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યા આ મામલે ભવનાથ પોલીસમાં અરજી કરાઇ છે. પણ બાદમાં પોલીસ દ્વારા આવારા તત્વોની ધરપકડ ન કરાતાં અને ગુનો ન નોંધાતાં મહંત મહેશગીરીજીએ ગિરનાર તેમજ ભવનાથનાં મુખ્ય સંતો અને દત્ત ઉપાસકો દ્વારા ભારતનાં સનાતન હિન્દુ ધર્મનાં પ્રમુખ સંતો સાથે પરામર્શ કર્યો હતો. અને આગળની રૂપરેખા નક્કી કરવા માટે આજે તા.૭ ઓક્ટો. ૨૦૨૩ ના રોજ સાંજે ૫ વાગ્યે મહંત મહેશગીરીજી ભવનાથમાં ગિરનારી અન્નક્ષેત્ર ખાતેથી એક નિવેદન જારી કરનાર છે. આ માટે સંતોની બેઠક પણ યોજાનાર છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!