જૂનાગઢ શહેર ટ્રાફીક બ્રાંચનાં મહિલા એએસઆઈ હવાબેન હાલાણીની નિષ્ઠાપૂર્વકની કામગીરીની થતી સરાહના

0

પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓથી લઈ નાનામાં નાના કર્મચારીઓ સાથે પણ સુભેળભર્યા વર્તાવ

જૂનાગઢ શહેર ટ્રાફીક પોલીસમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવનારા હવાબેન હાલાણીની નેકપરસ્તી, ઈમાનદારી અને ફરજ નિષ્ઠાને કારણે તેમની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. ટ્રાફીકનાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવી તેમજ જરૂર પડયે સમજાવટનાં સૂરે પણ કાયદાનું પાલન કરાવનારા હવાબેન હાલાણી જૂનાગઢ શહેર ટ્રાફીક શાખામાં એએસઆઈ તરીકે માનભર્યુ સ્થાન મેળવી ચુકયા છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા ડીવાયએસપી હિતેશ ધાધલીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે વિવિધ કામગીરી બજાવવામાં આવી રહી છે. આ સાથે જ જૂનાગઢ શહેરની માથાનાં દુઃખાવારૂપ ટ્રાફીક સમસ્યા હળવી બને અને ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને તેના માટે જૂનાગઢ ટ્રાફીક શાખાનાં પીએસઆઈ પી.જે. બોદર અને તેમની સમગ્ર ટીમ તેમજ ટ્રાફીક બ્રીગેડનાં જવાનો સતત કામગીરી બજાવી રહેલ છે. આગામી તહેવારોનાં દિવસોમાં પણ ટ્રાફીક નિયમોનું પાલન થાય અને કોઈજાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિવિધ પોઈન્ટ ઉપર ટ્રાફીક પોલીસ અને બ્રીગેડનાં જવાન ફરજ બજાવી રહયા છે.
ટ્રાફીકનાં નિયમન અંગેની જયારે વાત આવે છે ત્યારે લોકોની સમક્ષ એક મહિલા એએસઆઈ દ્રશ્યમાન થાય છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારો, મુખ્ય મુખ્ય બજારો કે ભીડભાડવાળા માર્ગો ઉપર જયારે પણ વધારે ટ્રાફીકની સમસ્યા ઉદભવે ત્યારે આ મહિલા એએસઆઈને જે તે વિસ્તારનાં પોઈન્ટ ઉપર તૈનાત કરવામાં આવે છે. અને શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ હોય આ મહિલા એએસઆઈ કે જેમનું નામ છે હવાબેન તારમહમદ હાલાણી જાતે ગામેતી. તેઓ પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક બજાવી રહયા છે. એટલું જ નહીં કયારેક ટ્રાફીકનાં નિયમોનું ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી, કયારેક શિક્ષાત્મક કાર્યવાહી અને જાે નાના સગીરવયનાં તરૂપ તરૂણીઓ હોય તો તેમને સમજાવટથી તેમજ જરૂર પડયે તેમનાં વાલીઓ સાથે પણ પરામર્શ કરી અને પોતાનાં સંતાનોને ટ્રાફીક નિયમનું પુરેપુરૂ પાલન કરે તે માટે માર્ગ બતાવવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં જે તે પોઈન્ટ ઉપર ફરજ બજાવતા હવાબેન નામક મહિલા એએસઆઈને નથી ટાઢ, તડકો કે ચોમાસામાં વરસતા વરસાદ વચ્ચે પણ તેઓ અને તેમની ટીમ દ્વારા પુરેપુરી ફરજ બજાવે છે. હવાબેન તારમહમદ હાલાણી હાલ ટ્રાફીક પોલીસમાં એએસઆઈ તરીકે મહત્વપૂર્ણ ફરજ બજાવી રહયા છે. તેઓએ ટીવાયબીએ સુધીનો અભ્યાસ કરેલ છે. અને ૧૯૯૮માં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગની નોકરી જાેઈન્ટ કરી હતી.
પોલીસ તંત્રમાં દાખલ થયા બાદ એ ડીવીઝન, મહિલા પોલીસ, તાલુકા પોલીસ, ટ્રાફીક પોલીસ, ભવનાથ પોલીસ, સી ડીવીઝન પોલીસ, વંથલી પોલીસ અને હાલ ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવી રહયા છે. ૧૯૯૮માં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલા હવાબેન હાલાણીને ર૦૧૭માં એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગમાં જાેડાય અને છેલ્લા ર૬ વર્ષ થયા એકધારી ફરજ બજાવી રહયા છે. જે કામગીરી સોંપી હોય તે નિષ્ઠાપૂર્વક બજાવવામાં તેઓ માહિર છે. એટલું જ નહીં ગમે તેવી પરિસ્થિતિમાં કાયમને માટે હસ્તામુખે પોતાનાં ફરજ ઉપર તૈનાત રહી અને ટ્રાફીકનાં નિયમોનું વાહન ચાલકો પાસે પાલન કરાવી રહયા છે. તેમની ઉમદા ફરજ અને કામગીરીને કારણે પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ તેમની કામગીરીથી સંતુષ્ટ છે. અને આજ દિવસ સુધી તેમની સામે કોઈપણ ફરીયાદ આવી નથી. ટ્રાફીક પોલીસનાં મહિલા એએસઆઈ હવાબેન હાલાણીની કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે.

error: Content is protected !!