સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવની થશે ઉજવણી

0

નવરાત્રીને અનુસંધાને ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વિસ્તૃત વિગતો પણ અપાઈ હતી. ખાસ કરીને હાલના સમયમાં થઈ રહેલા હાર્ટ એટેકના બનાવોને ધ્યાને લઈ સાવચેતીના પગલા લેવા માટે મેડિકલ ટીમ અને ડોક્ટરની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. એક લીગલ સર્વિસ ઓથોરિટીનું ટેન્ટ જાહેર કરવામાં આવશે કે જેમાં લોકો ફ્રી માં બધી કાનુની માહિતી આપવામાં આવશે. ૧.૫૦ લાખ વોલ્ટ લાઇનર સાઉન્ડ સિસ્ટમ સાથે ૩,૦૦૦ થી વધુ ખાલૈયાઓ રમી શકે તેવા મોટા ગ્રાઉન્ડ નું આયોજન કરવામાં આવશે. સાથે મેડિકલ સુવિધા માં પ્રાથમિક સારવર કેન્દ્ર અને તમામ પ્રકાર ની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અન્ય સમાજના આગેવાનો અને દાતાઓ માટે અલગ વીઆઈપી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. પરશુરામ ધામના નિર્માણ માટે નવરાત્રી પછી પરશુરામ ધામ નિર્માણ સમિતિ બનશે અને આવનાર સમયમાં પરશુરામ ધામની ભૂદેવોને ભેટ આપવા જઈ રહ્યા છે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન. ઉપરોક્ત મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી તેવું સંસ્થાપક અને પ્રમુખએ જણાવ્યું હતું.

error: Content is protected !!