જૂનાગઢ શહેર જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહિલા પાંખ દ્વારા બ્રહ્મ પરિવારો માટે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગયા વખતે પણ રસોત્સવનું બાલાજી ફાર્મ ખાતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ બ્રહ્મ રાસોત્સવ ૨૦૨૩નું ક્રિષ્ના ફાર્મ ખાતે આયોજન કરવામાં આવેલ છે. બ્રહ્મ સમાજના દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વડીલો એ એવું નક્કી કર્યું કે આ રાસોત્સવ મહિલા પાંખ દ્વારા સંચાલિત થાય જે અનુસંધાને આજે ક્રિષ્ના ફાર્મ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ રૂપલબેન લખલાણી, કનકબેન વ્યાસ, નિષ્ઠાબેન અભિજીત ઉપાધ્યાય, શહેર પ્રમુખ મેહુલ દવે, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, યુવા પાંખ પ્રમુખ રવિભાઈ ઠાકર, સમસ્ત બ્રહ્મ સમાજ પૂર્વ પ્રમુખ કે.ડી. પંડ્યા, ભરતભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી અભિજીત ઉપાધ્યાય વગેરે મહાનુભાવો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને મીટીંગ પૂર્ણ થયા બાદ અલ્પાહાર લઈ સૌ છૂટા પડેલા હતા.