ગુરૂ દત્તાત્રેય શિખર ઉપર હિન કૃત્ય કરનારાને તાત્કાલીક ઝડપી લઈ કડક કાર્યવાહી કરવા સંતોની માંગ

0

ફરીવાર આવી કોઈ ચેષ્ટા કરવામાં આવશે તો તેના પરિણામ ગંભીર આવી શકે છે તેવી ચિમકી

ભવનાથ તળેટી ખાતે ગત શનિવારે ગિરનાર અન્નક્ષેત્રમાં સંતોની ઉપસ્થિતિમાં એકમહત્વની બેઠક મળી હતી અને જેને પત્રકાર પરિષદ એવું નામ આપવામાં આવ્યું હતું. આ બેઠક બોલાવવાનો મુખ્ય હેતુ એ હતો કે, ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂદતાત્રેયના શિખર ઉપર ફરી એકવાર હિન હરકતો થઈ છે અને તેની સામે ભારે તીવ્ર આર્કોશ ઉઠવા પામેલ છે. એટલું જ નહી આ બેઠકમાં ઉપસ્થિતિ સંતોએ ભારે આર્કોશ સાથે આવું કૃત્ય કરનારાઓને તાત્કાલીક ઝડપી લઈ તેના વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂ દત્તાત્રેયનાં શિખર ઉપર ગત તા. ૧ ઓક્ટો. ૨૦૨૩ના રોજ પરપ્રાંતમાંથી આવેલા દિગંબર જૈન સમાજના ૨૦૦ થી ૩૦૦ લોકોએ ગુરૂ દત્તાત્રેયની ચરણપાદુકાને હાનિ પહોંચાડવાનું હિન કૃત્ય કર્યું તેના ઘેર પડઘા આજે ભવનાથમાં જાેવા મળ્યા. ગુરૂ દત્તાત્રેય શીખરનાં પીઠાધીશ્વર અને મહંત મહેશગીરીજીની અધ્યક્ષતામાં સંતોની બેઠક મળી હતી. આ તકે સંતોએ આક્રોશ વ્યક્ત કર્યા બાદ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, દત્ત ભગવાનને હાનિ પહોંચાડનારાઓને યોગ્ય દંડ મળે તેમજ એફઆઇઆર નોંધાય, દોષિત લોકોની ધરપકડ થાય, એ લોકો જાહેરમાં માફી માંગે અને સમાજનાં આવા તત્વો ઉપર ગુરૂ દત્તાત્રેયનાં શીખર ઉપર યાત્રા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને. ભૂતકાળમાં આવા ઘણા પુર્વ નિયોજીત બનાવો બનેલા છે. અને એ રોકવા જ્યારે પ્રયત્નો થયા છે ત્યારે સાધુઓને બદનામ કરવાના પૂર્વ નિયોજીત કાર્યક્રમ પણ તેમણે કર્યા કે, સાધુઓ ત્યાં મારે છે. પણ આ લોકો ત્યાં જઇને શું કરે છે એ પહેલી જ વખત બહાર આવ્યું છે. સાધુઓ આ વખતે શાંત રહ્યા તો કેટલું બધું નુકસાન થઇ શકે છે તેમજ જન આક્રોશ કેવો છે એ સમાજને ખબર પડી. પણ એક વાત છે કે, હવે જાે આવા હિન કૃત્યો પુનરાવર્તિત થાય તો આ લડાઇ ભક્તો, નાગા સાધુઓ અને દત્ત ભક્તો જ જાેશે. કેમકે, સંસ્થાન પણ એક મર્યાદા સુધી બધું સંભાળી શકે છે. એના પછી તો સત્તા દત્તાત્રેય ભગવાન અને તેમના ભક્તોની છે. હવે તો નાગા સાધુઓ, અખાડાઓ અને દત્ત ભક્તો જ જવાબ આપશે. મહંત શ્રી મહેશગીરીજીએ જણાવ્યું હતું કે, દત્ત શિખર ઉપર ધમાલ મચાવનારાઓની ધરપકડ થાય એ માટે મહંત મહેશગીરીજી અને ટ્રસ્ટીઓએ પોલીસને એફઆઇઆર થાય એ માટે આગ્રહ રાખ્યો. પણ હજુ સુધી કોઇ એફઆઇઆર નોંધાઇ નથી. ભગવાન દત્તાત્રેય જે મહારાષ્ટ્રના કુળગુરૂ છે, કુળ દેવત છે. આથી મહારાષ્ટ્ર તેમજ ભારતભર અને વિશ્વભરમાં સ્થાપિત સનાતનીઓની ઉગ્ર માંગણી છે કે, આ લોકોને યોગ્ય દંડ મળે. આ મામલો ઉગ્ર બની જાય એમ હતું. જનાક્રોશને અમે તુરંત એક નિવેદન આપીને શાંત કર્યો. જેથી સમાજમાં કોઇ અઘટિત ઘટના ન બને.

error: Content is protected !!