સિવીલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેમના સગાઓને કડવા અનુભવો થતા હોવાની ફરિયાદ બાદ ધરખમ ફેરફારો : ખાનગી દવાખાનામાં રવિવારે રજા હોય એટલે દર્દી સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં આવે પરંતુ ત્યાં પણ જવાદાર ડોકટરોનો અતોપતો ન હોય ત્યારે કફોડી સ્થિતીમાં મુકાય છે
જૂનાગઢ શહેર ઉપરાંત જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ એટલે સિવીલ હોસ્પિટલ જૂનાગઢ છે. જયાં અદ્યતન સુવિધા, નિષ્ણાંત ડોકટરોની સેવા પણ ઉપલબ્ધ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ હોસ્પિટલમાં દર્દીઓને સારી રીતે સારવાર કરી શકે અને સમય ગમે તે હોય પરંતુ તબીબો જાે ઉત્સાહપુર્વક અને સેવા કરે તો જૂનાગઢની આ સિવીલ હોસ્પિટલ ગુજરાતમાં પ્રથમ નંબરની બની શકે તેમ છે. પરંતુ અહીં આવનારા દર્દીઓને અનેક પ્રકારના સારા તેમજ ખરાબ બંને અનુભવો થઈ રહ્યા છે અને આ અંગેની અનેક ફરિયાદો ઉઠવા પામેતા ઉચ્ચકક્ષાએ રજુઆત થતા તાજેતરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હોવાનું મનાઈ છે.
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના દર્દીઓ અહીં સારી સારવાર મળી શકે તેવી અપેક્ષાએ આવતા હોય છે. જાેકે નિષ્ઠાવાન તબીબો અને કેટલાક સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રયત્ન પણ કરતા હોય છે અને સેવા આપતા હોય છે. બીજી તરફ એવી બુમ અને ફરિયાદ ઉઠી છે કે અહી આવનારા વિવિધ પ્રકારના દર્દીઓને સારવાર મેળવવામાં ભારે વલખા મારવા પડે છે. વિલંબ થાય છે અને ઘણીવાર તો કલાકોના કલાકો સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ તેમને ધક્કા ખવરાવતા હોય છે. કેટલાક પેધી ગયેલા કર્મચારીની આવી આડોડાઈ હોવાના કારણે પણ દર્દીના સગાવ્હાલા પોતાના સ્વજનને તાત્કાલીક સારવાર મળી શકે તે માટેના પ્રયત્નો કરતા હોય છે અને એક જગ્યાથી બીજી જગ્યાએના કોઠાઓ વિંધ્યા બાદ જે તે વિભાગ કે તેના અધિકાર ક્ષેત્રમાં આવતા તેવા તબીબના ટેબલો ઉપર પહોંચે ત્યારે તેના ફુગ્ગામાંથી હવા નીકળી જતી હોય છે. કારણ એટલું જ હોય છે કે જે તે જવાબદાર તબીબ ઘણીવાર તો ટેબલ ઉપર હાજર નથી હોતા અને ઈન્ટને પોતાનું ટેબલનો હવાલો સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ આ ઈન્ટન પણ ટેબલ ઉપર જાેવા મળતા નથી ત્યારે દર્દી અને તેના સગાવ્હાલાની હાલત ખુબ જ ખરાબ થતી હોય છે. ન કરે નારાયણ અને ગંભીર બનાવ બને તો શું થાય એનો વિચાર કરવો પડે. આવી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને ફરિયાદના આધારે જ કેટલાક પદાધિકારીઓની બદલી કરી અને તેની જગ્યાએ નિષ્ઠાવાન કાર્યદક્ષ અને સ્થિતીને કંટ્રોલ કરી શકે તેવા અધિકારીને મુકવામાં આવેલ છે. આ અહેવાલ મુકવાનું કારણ એટલા માટે જ છે કે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં એકલા જૂનાગઢ નહી પરંતુ આસપાસના લાગું પડતા જીલ્લાઓના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. અધ્યતન સુવિધાથી સજ્જ આ સિવીલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર દર્દીઓને પ્રાપ્ત થાય તો તેનું જીવન સુધરી જાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે જે તે વિભાગમાં ત્યાના ડોકટર પાસે દર્દીને બતાવાનું હોય છે ત્યારે આવા ડોકટરોનો જ કયાંય પતો લાગતો નથી અને ત્યાંના વોર્ડના સંચાલન કરનાર દર્દી અને તેના સગાને એવો જવાબ આપાતા હોય છે કે હમણા આવશે હમણા આવશે અને પાંચ મિનીટમાં અને દસ મિનીટમાં સાહેબ આવી રહ્યા છે પરંતુ સાહેબ કલાક-દોઢ કલાક સુધી જાેવા મળતા નથી અને ઘણીવાર તો રવિવારના દિવસે જે અધિકારીઓને વોર્ડનો હવાલો સોંપ્યો હોય ત્યારે ત્યાં આવા ડોકટરો ગમે તેમવા કેસ આવે તેમ છતાં પણ ફરકતા નથી. આજના આ સમયમાં સતત મોંઘી બનતી આરોગ્ય સેવાને પરિણામે લોકોને ખાસ કરીને જરૂરીયાતમંદ લોકોને ખાનગી દવાખાનાઓની મસમોટી ફી કોઈ કાળે પોસાઈ તેમ નથી અને જરૂરીયાતમંદ દર્દીઓ સિવીલ હોસ્પિટલ જૂનાગઢના દરવાજે આવવાના છે અને ત્યાં પણ તેને યોગ્ય સારવાર ન મળે તો તેમની શું હાલત થાય તે કલ્પના જ કરવી રહી. લોકો કષ્ટાકમાં એમ પણ કહી રહ્યા છે કે બિમાર પડવું હોય તો રવિવારના દિવસે ન પડવું. રવિવારે પ્રાઈવેટ દવાખાના તો મોટાભાગે બંધ હોય અને દર્દીઓ જાય તો કયાં જાય સિવીલ હોસ્પિટલમાં જ આવેને પણ ત્યાં પણ તેમને ઈમરજન્સી સારવાર ન મળે તો શું હાલત થાય તેવો સવાલ આજે ગંભીરપણે ઉઠવા પામ્યો છે.
નવા નિમણુંક પામેલા સુપ્રીનડેન્ટ કૃતાજ્ઞ બ્રહ્મભટ્ટ આરોગ્ય સેવા દર્દીઓને સારી રીતે મળી શકે તે માટે કામગીરી
સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી તેમજ ઘણીવાર તો કલાકો સુધી બેસવું પડતું હોય છે તેમજ ઈમરજન્સી કેસ વખતે પણ યોગ્ય થતું ન હોવાની ઉચ્ચ કક્ષાએ રજુઆતો થવાના પગલે મોટા ફેરફારો થયા છે. આ દરમ્યાન હાલ તબીબી અધિક્ષકનો ચાર્જ કૃતાજ્ઞ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે અને તેઓ દ્વારા સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં અહીં આવનાર પ્રત્યેક્ષ દર્દીઓને સારામાં સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે આ તેમના પ્રયાસો સફળ થશે કે કેમ ?