પ્રભાવ લગ્નમ દ્વારા ૨૦૨૩ના રજીસ્ટ્રડે મેમ્બર માટે ગેટ ટુ ગેધરનું આયોજન સંપન્ન

0

ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શનની નીચે પ્રભાવ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ૩૦ વર્ષથી જૂનાગઢ મુકામે કાર્યરત છે. પ્રભાવ લગ્નમની એપ્લિકેશનમાં કોઈપણ રઘુવંશી પોતાની વિગત ફ્રીમાં મુકાવી શકે છે. તારીખ ૮-૧૦-૨૦૨૩ના રોજ રજીસ્ટાર્ટ થયેલા મેમ્બરો માટે ગેટ ટુ ગેધર રાખવામાં આવેલ. જેમાં ૨૦ દીકરીઓ તથા ૩૩ દીકરાઓ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ ગાંધીગ્રામ ખાતેની નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં સૌપ્રથમ ગણપતિ સ્તુતિ જલારામ બાપાનો જયઘોષ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. સ્વયં શિસ્ત સાથે ચાલી રહેલો આ કાર્યક્રમ ત્રણથી સાડા સાત સુધી એકબીજાનો પરિચય વિચાર મિટિંગોનો દોર સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવેલ શ્રીમતી હિરવા રૂપારેલીયાએ સભા સંચાલન કરેલ અનિલાબેન બથિયાએ સંસ્થાનો પરિચય આપેલ વિજયભાઈ મિશ્રાણી ભાવિકભાઈ મિશ્રાણી કિશોરભાઈ રૂપારેલીયાએ સમગ્ર કાર્યક્રમ ઉપર દેખરેખ રાખી વ્યવસ્થા સંભાળેલ રેખાબેન ગોટેચા, શ્વેતાબેન મિશ્રાણી તથા હેમાંગીબેન જાેટાણીયાએ દરેકનું સ્વાગત કરી કીટ અર્પણ કરેલ. ચેતનાબેન મિશ્રાણીએ વેવિશાળ અંગે માર્ગદર્શન આપેલ હતું. પ્રથમ ચરણમાં પ્રાર્થના વેલકમ ડ્રીન્કસ વરીયાળી શરબત બીજા ચરણમાં અલ્પાહારમાં સમોસા તથા જીરા સોડાની બોટલ આપી દરેક રઘુવંશીઓનું યથોચિત સરભરા કરેલ ૧૯૯૦ થી ૨૦૦૦ની સાલમાં જન્મ થયેલા યુવક યુવતીઓએ ભાગ લીધેલ બાયોડેટાની અરસપરસ આપ લે કરી અંતમાં બધાએ રાસોત્સવનો આનંદ માણેલ હતો. પ્રફુલાબેન ઠકરાર, બીનાબેન સોઢા, ભાવનાબેન કોટેચા, ઇલાબેન હિંડોચા, મીનાબેન લાલચેતા, સુધાબેન કારીયા તથા મીનાબેન પરપડાએ હાજર રહી અને કાર્યક્રમની શોભાવ્યો હતો. પ્રભુ કૃપાથી આ પરિચય પરિણયમાં પરિવર્તિત થાય એવા શુભ પ્રયાસો કરવામાં આવેલ તથા સમગ્ર કાર્યક્રમને પ્રભુના ચરણે સમર્પિત કરેલ હતો.

error: Content is protected !!