કેશોદ તાલુકાના નોંધણવાવ ગામે રહેતા શૈલેષભાઈ ભીમાભાઈ ચુડાસમા(ઉ.વ.ર૧)એ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બરવાડા પુરસાથ પેટ્રોલપંપ પાસે વંથલી-મેંદરડા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતના બનાવ અંગે જણાવ્યું છે કે, આ કામના અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાનું વાહન પુર ઝડપે અને બોફિકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આ કામના મરણજનાર ફરિયાદીના પીતા ભીમાભાઈ રાજાભાઈ ચુડાસમા(ઉ.વ.પપ) રહે.નોંજણવાવ તા.કેશોદ વાળાને મો.સા. સાથે હડફેટે લઈ માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ તથા છોલાણ ઈજાઓ કરી મોત નીપજાવી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.