વિશ્વ કપ-ર૦ર૩ની શ્રીલંકા-પાકિસ્તાનની વન ડે ક્રિકેટ મેચ ઉપર રમાતો જુગાર અંગે પોલીસે દરોડો પાડી અને કાર્યવાહી કરી કુલ ૧૮ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કેશોદમાં શ્રધ્ધા સોસાયટી ખાતે આવેલા મહેશ કનૈયાલાલ જાેષીના મકાનમાં રેડ પાડી અને ક્રિકેટ મેચ ઉપર રમાતો જુગાર ઝડપી લેવામાં આવેલ છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ પુંજાભાઈ મેરખીભાઈની ફરિયાદના આધારે મહેશ કનૈયાલાલ જાેષી સહિત ૧૮ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આકામના આરોપી નં-૧એ આરોપી નં-રને હિતેષભાઈ ભુપતભાઈ ડાભીને પગારદાર તરીકે રાખી હાજર નહી મળી આવનાર આરોપી નં-૩ પાસેથી આઈડી મેળવી વિશ્વ કપ-ર૦ર૩ની શ્રીલંકા-પાકિસ્તાનની વન ડે ક્રિકેટ મેચ ઉપર લેપટોપ તથા મોબાઈલ ફોન દ્વારા હાજર નહી મળી આવેલ ગ્રાહક નં-૧ થી ૧૩ના સાથે ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી ક્રિકેટ સટ્ટાના સોદા કરી હવાલા દ્વારા નાણાની આપ લે કરી હાજર નહી મળી આવનાર આરોપી નં-૪ ધમભા ઉર્ફે જયુપીટર મો.૮૯૦પ૪૧ર૩૪પ વાળા પાસે કપાત કરાવી રેઈડ દરમ્યાન રોકડા રૂા.૧૦૦ તથા મોબાઈલ ફોન-૭ કિમત રૂા.રપ૦૦૦, લેપટોપ-૧ કિ.રૂા.૧૦,૦૦૦ તથા કિબોર્ડ-૧ કિ.રૂા.પ૦૦ મળી કુલ રૂા.૩પ,૬૦૦ના પકડાઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.