જૂનાગઢના ટીંબાવાડીમાં એમએસસીના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

0

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના અરજણભાઈ બચુભાઈ બાંભણીયાના ૩ સંતાનો પૈકી પુત્રી વિભાબેન(ઉ.વ.રપ) જૂનાગઢ મહાનગરપાલિકામાં કેમિસ્ટ તરીકે નોકરી કરે છે અને નાનો પુત્ર ભાર્ગવ(ઉ.વ.ર૩) જૂનાગઢમાં ગ્રીનસીટી ખાતેની ખાનગી કોલેજમાં એમએસસીનો અભ્યાસ કરે છે અને બંને ભાઈ-બહેન જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ આનંદનગર-બેમાં ભાડાના મકાનમાં રહે છે. દરમ્યાન સોમવારે સવારે ભાર્ગવ નહી ઉઠતા બહેન વિભાબેન ભાઈને ઉઠાડવા માટે ગયા હતા. ત્યારે ભાર્ગવ રૂમમાં ઈલેકટ્રીક પંખા સાથે દોરી વડે લટકતો જાેવા મળતા વિભાએ દોરી કાપી નીચે ઉતારી ભાર્ગવને બોલાવતા તે કંઈ બોલતો ન હતો. આમ ભાઈએ ગળેફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા બહેન ઉપર આભ ફાટી પડયું હતું. આ અંગેની જાણ મૃતકના બહેને કરતા સી ડીવીઝન પોલીસે દોડી જઈને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક આશાસ્પદ યુવકનું અકાળે મૃત્યું થતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પાસેથી સુસાઈડ નોટ કે કોઈ ચિઠ્ઠી મળી આવી નથી. જેના કારણે મરનાર યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

error: Content is protected !!