જૂનાગઢથી વેરાવળ રિવોલ્વર અને તમંચો આપવા જતા પરપ્રાંતિયને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢથી એસટીમાં જતો પરપ્રાંતિય ઈસમને એસઓજીએ વંથલી પોસ બસ રોકાવી રિવોલ્વર, તમંચો અને બે કાર્ટિસ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર એક પરપ્રાંતિય ઈસમ સ્કૂલબેગ જેવા થેલામાં ગેરકાયદેસર હથિયાર રાખી લાલ કલરની નડિયાદ-સોમનાથ બોર્ડવાળી એસટી બસમાં બેઠા હોવાની અને આ બસ વંથલી તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા જૂનાગઢ એસઓજીના પીઆઈ એ.એમ. ગોહિલ સ્ટાફ સાથે ઘસી ગયા હતા અને જૂનાગઢ-વંથલી હાઈવે ઉપર આવેલો ગેલેકસી ધાબાવાળી ચોકડી ખાતે આ બસ રોકાવી તેમાં તપાસ કરતા મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના રામપુરા ગામનો કુલદીપ છોટેલાલ જાટબ(ઉ.વ.ર૧) નામનો શખ્સ મળી આવ્યો હતો. આ ઈસમની તલાસી લેતા તેની પાસેથી રૂપીયા ૧પ૦૦૦ની કિંમતનો પરવાના વગરનો તમંચો તથા રૂપીયા ૧૦,૦૦૦ની કિંમતની રિવોલ્વર અને રૂપીયા ર૦૦ના બે જીવતા કાર્ટિસ મળી આવતા તેની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા રપર૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
સોમનાથ ખાતે હથિયારો આપવાના હતા
રિવોલ્વર અને તમંચો સાથે પકડાયેલા કુલદીપ છોટેલાલ જાટબ મજુરી કામ કરતો હોવાનું એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. આ શ્રમિકને એમપીના ઈશ્વરીનો રામબલી ઉદેસિંગ ઠાકુરે આપ્યા હતા અને સોમનાથ ખાતે રામબલી જણાવે તે માણસને હથિયારો આપવાના હોવાનું આરોપીએ પુછપરછમાં જણાવ્યું હતું.
આરોપી પાસેથી એસટીની ૩ ટિકીટ પણ મળી
આરોપી પાસેથી બે શસ્ત્રો, બે કાર્ટિસ ઉપરાંત આરએસ આરટીસી જાલોર ડેપોની રેવદાર-આબુરોડ રૂટની રૂપિયા ૪૦ની ટિકીટ, આબુરોડ-અમદાવાદની રૂપીયા ૧૮૧ની ટિકીટ અને જીએસઆરટીસી નડિયાદ ડેપોની રાજકોટ-સોમનાથ રૂટની બસની રૂપીયા ૧૭૬ની ટિકીટ મળી આવતા તે પણ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી.

error: Content is protected !!