ટીંબાવાડી સર્વે નં-૧૧૬ની જમીન મામલે મનપા દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ વેંચાણ અંગે જીલ્લા કલેકટર અને મ્યુનિસપલ કમિશનરને તુષાર સોજીત્રાની નોટિસ : ગુનાહિત કાવતરા અંગે તત્કાલ કાર્યવાહી કરવામાં ન આવે તો પોલીસ ફરિયાદ થશે
જૂનાગઢમાં વોકળા ઉપરના કરવામાં આવેલા દબાણોને વહેલી તકે દુર કરવાની સુચના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હોવા છતાં આજ દિવસ સુધી એ અંગેની કાર્યવાહી થઈ નથી કે મનપા તંત્રએ આ અંગે કોઈ ખુલ્લાસા જારી કર્યા નથી. એ દરમ્યાન જ જૂનાગઢમાં સરકારી જમીન વેંચી નાખવાનું મસમોટું કૌભાંડ બહાર આવેલ છે. આ સરકારી જમીન પોતાની માલિકીની ન હોવા છતાં મનપાએ ખોટા રેકર્ડ બનાવી અને આ જમીનને વેંચી નાખી છે. દરમ્યાન જૂનાગઢમાં ટીંબાવાડી ગામતળની વોકળાની સર્વે નં-૧૧૬ની સરકારી જમીન મહાપાલિકાએ ૧૭ વર્ષ પહેલા પોતાની માલિકી ન હોવા છતાં તેની જાહેર હરરાજી કરી બિલ્ડરોને ૮૪ લાખમાં કયાં આધારે વેંચી અને કયા આધારે દસ્તાવેજ કરી દીધો તે તપાસનો સ્પષ્ટ વિષય હોવા છતાં રાજકીય પીઠબળ ધરાવતા નેતાઓ, અધિકારીઓ અને બિલ્ડરો સામે કેવા પગલા ભરવામાં આવશે તે અંગેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. દરમ્યાન એવું પણ જાણવા મળે છે કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ સવા બે મહિના પહેલા એક પત્ર પાઠવી અને છેલ્લા ૧૦ વર્ષમાં બનેલા વોકળા ઉપરના બિલ્ડીંગોની સ્થળ ખરાઈ અને તપાસ કરવા માંગણી કરી હતી અને ધારાસભ્યની ૪ ઓગસ્ટની રજુઆત બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે પણ ૯ ઓગસ્ટના એક પત્ર સંબંધિતોને લખીને આવી જ માંગણી કરી હતી. પરંતુ કોઈ જાતનો જવાબ આવેલ નથી અને જેને લઈને શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મનપામાં જેનું શાસન છે તે ભાજપના જ ધારાસભ્ય અને મેયર લેખીત રજુઆત કરે છે છતાં તેનું પણ કોઈ સાંભળતું નથી તો સામાન્ય પ્રજાનું કોઈ સાંભળશે તેવી આશા રાખવી પણ નકામી છે.
જળ હોનારત બાદ સરકારી જમીન કૌભાંડને પગલે લોકોના જીવ ચિંતામાં
જૂનાગઢ શહેરમાં જુન માસમાં જળહોનારત થવાના પગલે આ શહેરને કોરોડો રૂપીયાનું નુકશાન થયું છે. એટલું જ નહી લોકોના જીવ પણ પડીકે બંધાય ગયા હતા અને કોઈદેવી શકિતાના આધારે આ શહેરના પ્રજાજનોનો ઉગાર થયો હતો. આ ગંભીર આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં આવેલા વોકળા ઉપરના દબાણો અંગેની ફરિયાદો ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી હતી અને જેના જવાબ સ્વરૂપે મુખ્યમંત્રીએ જૂનાગઢની મુલાકાત દરમ્યાન સ્પષ્ટ શબ્દોમાં મનપાના શાસકો અને કમિશ્નરને આ દબાણો દુર કરવા માટે જણાવી દીધુ હતું. તેમ છતાં મનપા તંત્ર કોઈ કાર્યવાહી કરી શકયું નથી. તો બીજી તરફ વોકળા ઉપરના દબાણોનો મુદ્દો પુરજાેશથી ગાજી રહ્યો છે અને ત્યાં સરકારી જમીન વેંચી નાખવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે અને જવાબદારો સામે ફોજદારી રાહે ગુનો નોંધવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ જળ હોનારતમાંથી માંડ કળ વળી છે અને ત્યાં જ ગેરકાયદેસર બાંધકામનો શીલશીલો જૂનાગઢ શહેરમાં બહાર આવેલ છે અને જેને કારણે આવા બાંધકામોમાં જે લોકોએ ફલેટ અને દુકાનો લીધા છે તેઓની માથે વ્રજઘાત થયો છે અને તેઓના જીવ પણ પડીકે બંધાઈ ગયા છે. આવી મિલ્કતો અંગેની કાયદેસરતા સામે પણ પડકાર ઉભા થયા છે ત્યારે આસામીઓના જીવ ફરી એકવાર પડીકે બંધાયા છે.
જૂનાગઢમાં જળહોનારત બાદ અને ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડને પગલે રીયલએસ્ટેટમાં મંદિનું મોજું
જૂનાગઢમાં જુન માસમાં સર્જાયેલી જળહોનારતમાં સમગ્ર શહેરમાં રહેતા લોકોને એક વાત તો દિવા જેવી સ્પષ્ટ બની છે કે, આ શહેરમાં કોઈપણ મિલ્કત લેતા પહેલા તેના તમામ પાસાઓને વિચારવા જાેઈએ. ખાસ કરીને જે મિલ્કત આપણે લઈએ છીએ તે ખરેખર કાયદેસર છે કેમ એટલું જ નહી ભારે વરસાદ થાય તો તેનું પાણી આપણા ઘર સુધી પહોંચે તેમ તો નથીને જેથી સલામત અંતર રાખી અને જે સેફ મિલ્કત હોય તો તે જ ખરીદવી તેવું મન બનાવી લીધુ છે. જૂનાગઢ શહેરમાં મોટાભાગની વસ્તી મધ્યમવર્ગની હોય અને કાયદાના આરક્ષણ વાળી મિલ્કત જાે તેઓને ખરીદવી હોય તો તેઓએ દુર-દુરના વિસ્તારો સુધી જવું પડે અને ત્યાં પણ જમીનના ભાવ આસમાને પહોંચેલા છે તેવા સંજાેગોમાં મધ્યમવર્ગના લોકોને પોતાનું ઘર બનાવવું તે મુશ્કેલ નહી પરંતુ કઠીન બની ગયું છે. જળ હોનારત બાદ વોકળા ઉપર જયાં પણ એપાર્ટમેન્ટો ધમધમી રહ્યા છે તેવા એપાર્ટમેન્ટોમાં પોતાના મકાન ધરાવનાર ફલેટ ધારકોને પણ ચિંતા બેઠી છે કે હવે શું થશે ? આવા સંજાેગોમાં લોકોના જીવ પડીકે બંધાયા છે તો બજી તરફ દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક જ આવી રહ્યા છે. આ તહેવારો દરમ્યાન લોકો નવા મકાન, નવા વાહન ખરીદતા હોય છે પરંતુ હાલ રીયલએસ્ટેટના ધંધામાં કોઈ લેવાલી નથી અને મંદિનું મોજું પ્રસરી રહ્યું હોવાનું જાણકારોમાં ચર્ચાય છે.