બેટી બચાઓ બેટી પઢાઓ તથા આઇ.સી.ડી.એસ. ખાતે પૂર્ણા યોજના કાયાર્ન્વિત છે. આ યોજનાઓમાં દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત”ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તા. ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે ‘કિશોરી મેળા’ અંતર્ગત બુધવારે ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી મોડેલ સ્કૂલ, ખાતે કરવામાં આવી હતી. “સક્ષમ દિકરી… સશક્ત ગુજરાત…” પોતાની બદલો સોચ, બેટી નથી કોઈ બોજ, દિકરીઓને મદદની નહિ તકની જરૂર છે, તક જ બનાવશે તેમને મહાન તેવા સૂત્રો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી શક્તિસિંહ જાડેજા, સરપંચ, ઉપસરપંચ, આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર, મહિલા અને બાળ અધિકારી કચેરી, સી.ડી.પી.ઓ કચેરી તથા અન્ય વિભાગો અને કચેરીના પ્રતિનિધી અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.