ખંભાળિયાની પ્રાથમિક શાળાના બાળકોએ અંધજન દિનના ફાળામાં ૨૧ હજાર આપ્યા

0

ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલી દેરામોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અંધજન મંડળ દ્વારા આ વિસ્તારના અંધ-અપંગ, લૂલા-લંગડા તથા માનસિક રીતે દિવ્યાંગ બાળકો માટે શાળા, હોસ્ટેલ બનાવવામાં માટે ચાલતા કેમ્પેઇનમાં આગળ આવી અને આ શાળાના આશરે ૨૩૪ જેટલા બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી તેમજ માતા પિતા પાસેથી મંજૂરી મેળવી અને તેમની પાસેથી રકમ એકત્ર કરી અને શાળાના આચાર્યને આપી હતી.
આ શાળાના વિદ્યાર્થી બાળકોની માનવતાવાદી પ્રવૃત્તિમાં દિવ્યાંગો બાળકો માટે રૂપિયા ૨૧,૧૧૧ ની નોંધપાત્ર રકમ એકત્ર થઈ હતી. જે સંસ્થાને અર્પણ કરવામાં આવી હતી. અનોખી સેવા માટે બાળકો તથા શાળાની આ સેવા પ્રવૃત્તિઓ આવકારદાયક બની રહી હતી.

error: Content is protected !!