કલ્યાણપુર પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારો ઘણા સમયથી જર્જરિત બન્યા હોય, આ અંગે ભાજપના આગેવાનોના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જુદા જુદા રસ્તાઓ માટે રૂ. ૨.૭૧ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ રસ્તાઓના નિર્માણ માટેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે જાેડાયા હતા. આ રસ્તાઓ બની જતા અનેક ગામોના લોકોને રાહત થશે.