કેશોદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલ બસ ચાલકને પોલીસે ઝડપી લીધો

0

કેશોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં સ્કુલ બસ ચાલકે દશમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી. બી. કોળીને આપવીતી જણાવતાં પોકસો, એટ્રોસીટી અને બળાત્કારની કલમ લગાવી ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવી છે. કેશોદના એક વિસ્તારમાં રહેતી સગીરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ માટે સ્કુલ બસમા આવજા કરતી હોય ત્યારે બસ ચાલક સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર સંપર્કમાં આવેલ હોય સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈ ને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી બી. સી. ઠકકર દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી કેશોદ પોલીસ સ્ટાફને સાથે રાખી ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા ખાનગી સ્કુલ બસ ચાલક કમલેશભાઈ ભનુભાઈ ગોરડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલ બસ ચાલક પર ફિટકાર વરસી રહ્યો છે અને વાલીઓ શાળા સંચાલકોનાં ભરોસે પોતાનાં વ્હાલસોયા સંતાનો ને મોકલવામાં ચિંતીત બન્યા છે. બાળકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરતાં યુવાનીમાં પગલાં મુકતા ભોળપણમા ભોગ બની રહ્યાં છે ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

error: Content is protected !!